[ad_1]
વડોદરા, તા. 15 નવેમ્બર 2021 સોમવાર
વડોદરા શહેરના મંગળ બજાર સ્થિત પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે દુકાનની બહાર મુકેલુ સાડીનો જથ્થો ભરેલુ પાર્સલ અજાણ્યો ગઠિયો ચોરી નાસી છૂટયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા રામચંદ્ર લાલવાણી મંગળબજાર ખાતેના પદ્માવતી શોપિંગ સેન્ટરમાં મહાસાગર સાડી સેન્ટર નામની દુકાન ધરાવી વેપાર કરે છે. 12મી નવેમ્બર ના રોજ સુરત ખાતેથી સાડીઓના બે પાર્સલ આવ્યા હતા. જે પાર્સલ દુકાનની બહાર મુક્યા હતા.
જે પૈકી રૂ.14689 ની કિંમતની 68 સાડીઓ ભરેલું એક પાર્સલ ચોરી અજાણ્યો ગઠિયો રફુચક્કર થઇ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે ગઠિયાને ઝડપી પાડવા દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
[ad_2]
Source link