અમદાવાદ મ્યુનિ.ની તમામ ટેકસની આવક ૮૦૫ કરોડ થી ઉપર પહોંચી

0
121

[ad_1]

     

  અમદાવાદ,રવિવાર,14 નવેમ્બર,2021

અમદાવાદના કરદાતાઓને પ્રોપર્ટી ટેકસના બીલ વોટસઅપ ઉપર
મોકલવાનો અભિગમ અપનાવાયા બાદ ૧૨ નવેમ્બર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ
ટેકસની આવક ૮૦૫. ૨૯કરોડ ઉપર પહોંચી ગઈ છે.વ્હીકલ ટેકસ ઉપરાંત પ્રોફેશનલ ટેકસની
આવકમાં પણ ગત વર્ષની તુલનામાં વધારો થવા પામ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ,કોરોના મહામારીની બીજી લહેર બાદ પહેલી એપ્રિલથી ૧૨
નવેમ્બર-૨૦૨૧ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને મિલ્કતવેરાની આવક પેટે રુપિયા
૬૦૯.૭૮ કરોડની આવક થવા પામી છે.પ્રોફેશનલ ટેકસ ૧૧૯.૬૫ કરોડ તેમજ વ્હીકલ ટેકસ પેટે
રુપિયા ૭૫.૮૭ કરોડની આવક થવા પામી છે.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા
પ્રમાણે
,જે
કરદાતાઓના મોબાઈલ નંબર તંત્ર પાસે છે એ તમામને વોટસઅપ ઉપર ટેકસ બીલ મોકલવામાં આવતા
કરદાતા ઝડપથી પ્રોપર્ટીટેકસ ભરી રહ્યા છે.વ્હીકલ ટેકસમાં આ વર્ષે સુપર રીચની
શ્રેણીમાં આવતા વાહન માલિકો તરફથી ટેકસ ભરવામાં આવતા વ્હીકલ ટેકસની આવક પણ ગત
વર્ષની તુલનામાં વધી છે.પ્રોફેશનલ ટેકસમાં પણ નવા કરદાતા નોંધાતા આવકમાં વધારો થવા
પામ્યો છે.ગત વર્ષે પહેલી એપ્રિલથી ૧૨ નવેમ્બર-૨૦૨૦ સુધીમાં મિલ્કતવેરા પેટ રુપિયા
 ૬૧૩.૦૧ કરોડ
, વ્હીકલ ટેકસ પેટે
રુપિયા ૧૦૬.૩૬ કરોડ અને પ્રોફેશનલ ટેકસ પેટે રુપિયા ૪૨.૩૮ કરોડ આવક થવા પામી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here