વડોદરા: સગીર કન્યા પર થયેલા બળાત્કારના બનાવથી ગરીબ પરિવાર ફફડી ગયું, ગામની એક મહિલા આગળ આવી

0
106

[ad_1]

વડોદરા, તા. 13 નવેમ્બર 2021 શનિવાર

મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને દુષ્કર્મના બનાવો સામે જબરજસ્ત વિરોધ વંટોળ થઈ રહ્યો છે અને મહિલાઓ પણ હવસખોરને જેલમાં ધકેલવા માટે હિંમતભેર આગળ આવી રહી છે તેવા સમયે વડોદરા નજીકમાં એક ગામમાં સગીર કન્યા પર થયેલા બળાત્કારના બનાવથી દ્રવી ઉઠેલી ગામની એક મહિલાએ અવાજ ઉઠાવ્યો છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે બનેલા બનાવની વિગત એવી છે કે ગરીબ પરિવારની એક કુમળી વયની એક કન્યાની એકલતા નો લાભ લઇ ગામના એક હવસખોરે બળાત્કાર ગુજાર્યો હતો. સગીર કન્યાએ ઘણો ઇનકાર કર્યો હતો પરંતુ હવસખોરે તેનું કાંઈ સાંભળ્યું નહોતું અને ધમકી આપી ચાલ્યો ગયો હતો.

આ બનાવથી ગભરાઈ ગયેલી કન્યા સતત રડયા કરતી હોવાથી પરિવારજનો એ તેને હિંમત આપીને સમજાવી હતી. જેથી સગીરાએ તેની સાથે બનેલા બનાવની પરિવારને જાણ કરી હતી.

બીજી તરફ બનાવની જાણ પરિવારને થઇ હોવાનું જાણવા મળતા હવસખોર ઉશ્કેરાયો હતો અને તેને ગરીબ પરિવારને પણ વાત બહાર ગરી તો જોઈ લેશે તેવી ધમકી આપી હતી. જેને કારણે ગરીબ પરિવાર સતત ફફડી રહ્યું હતું.

આ વાતની જાણ ગામની એક મહિલા ને થતાં તેણે પીડિતાને તેમજ ગરીબ પરિવારને ન્યાય આપવાનું નક્કી કર્યું હતું. આ મહિલાએ અભયમને સમગ્ર બનાવની જાણ કરતાં અભયની પાદરા ની ટીમ પીડિતા અને પરિવારને મળી હતી અને તેમજ મહિલાઓના કાયદા પ્રત્યે કોર્ટ અને પોલીસ કેટલા મદદરૂપ થાય છે તેની વિગતો સમજાવી હતી. અભયમે પીડિતા અને પરિવારને નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ રજૂઆત કરાવી હતી.જેથી પોલીસે આગળની કાર્યવાહી સંભાળી લીધી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here