વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર ગેંગરેપ, સુસાઇડ કરનાર પીડિતાની ડાયરી પરથી ભેદ ખૂલ્યો

0
125

[ad_1]

વડોદરા, તા. 13 નવેમ્બર 2021 શનિવાર 

વલસાડ ખાતે 10 દિવસ પહેલા ટ્રેનમાં ફાંસો ખાઇ આપઘાત કરનાર નવસારીની વિદ્યાર્થિનીના કેસમાં નવો વળાંક આવતા પોલીસ દોડતી થઇ છે. આપઘાત કરનાર યુવતી વડોદરામાં ગેંગરેપનો શિકાર બની હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતા વલસાડ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગઈ તા ચોથી વલસાડ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત ક્વિઝ ટ્રેનના એક કોચમાંથી ૧૯ વર્ષીય યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા રેલવે પોલીસે તપાસ કરી હતી.

તપાસ દરમિયાન યુવતી પાસે મળેલા મોબાઇલ તેમજ ડાયરી ને આધારે તેના ઉપર વડોદરા ના જુના પાદરા રોડ વિસ્તારમાં આવેલા વેક્સિન ગ્રાઉન્ડ માં બે રિક્ષા ચાલકે ગેંગરેપ કર્યો હોય તેવી શક્યતા દેખાઈ રહી છે. યુવતી વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી હતી તેમજ એક એનજીઓ સાથે પણ સંકળાયેલી હતી. જેને કારણે તે વડોદરા માં હાજર હતી ત્યારે આ બનાવ બન્યો હોવાનું મનાઈ રહ્યું છે.

વલસાડ રેલવે પોલીસે આ અંગે આજે વડોદરા આવી ક્રાઈમ બ્રાન્ચ તેમજ ગોત્રી પોલીસની મદદ લઇ તપાસ કરી હતી. જોકે હજી આ પ્રકરણમાં માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. ગેંગરેપ ને લગતો ગુનો હજી સુધી નોંધાયો નથી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here