ગેસના ભાવ વધારા સામે રાજયવ્પાપી હડતાલમાં જિલ્લાના રિક્ષાચાલકો જોડાશે નહીં

0
134

[ad_1]

હિંમતનગર તા. 11

૫ેટ્રોલ-ડિઝલ બાદ સી.એન.જી.ના ભાવ વધારા સામે ગુજરાતના રીક્ષા
ચાલકો લડી લેવાના મુડમાં આવી ગયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.આગામી તા. ૧૫ અને ૧૬ નવેમ્બરે
ગુજરાતના રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાલ ઉપર ઉતરવાની તૈયારીઓ દર્શાવી છે.

રાજયભરમાં રીક્ષા ચાલકો સી.એન.જી.ના ભાવ વધારાના વિરોધમાં ૧૪
મી તારીખે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે તેવુ જાણવા મળી રહ્યુ છે અને સી.એન.જી.ભાવ
વિરોધી સમિતિએ આંદોલનની રૃપરેખા તૈયાર કરી છે અને તા. ૧૨મી રીક્ષા ચાલક યુનિયન રાજયપાલને
આવેદન પત્ર આપી રજુઆત કરવાના છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા રીક્ષા એસોશીએશન તા.
૧૫ તથા ૧૬મીએ આ હડતાલમાં જોડાશે નહી તેવુ ગુજરાત રાજય ઓટો રીક્ષા ફેડરેશનના ખજાનચીએ
જણાવ્યુ હતુ.

તાજેતરમાં તા. ૧૫ અને ૧૬ના રોજ અમદાવાદના બે સ્થાનિક યુનિયનોએ
હડતાલ જાહેર કરી છે. જે હડતાલને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા એસોશીએશન કોઈપણ પ્રકારનો
ટેકો કે સમર્થન આપતુ નથી અને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના રીક્ષા એસોશીએશનના કોઈપણ રીક્ષા
ચાલક આ હડતાલમાં જોડાશે નહી.

સી.એન.જી.ગેસ ભાવ વધારાના મુદ્દે ગુજરાત રાજય ઓટો રીક્ષા ફેડરેશનનું
પ્રતિનિધિ મંડળ વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીને રજુઆત કરી હતી. જે અંગે વાહન વ્યવહાર
મંત્રી પુર્ણેશ મોદીએ ટુંક સમયમાં રીક્ષા એસોશીએશનના વિવિધ પ્રશ્નો મુદ્દે નીવેડો લાવવા
બાહેધરી આપી હતી અને વાહન વ્યવહાર મંત્રીએ તા. ૨-૧૧-૨૦૧૧ના રોજથી રિક્ષામાં ભાડા વધારો
કરી આપ્યો છે. 

સાબરકાંઠા જિલ્લા એસોશીએશન પ્રમુખ મનુભાઈ રાજપુત તથા ગુજરાત
રાજય ઓટો રિક્ષા ફાઉન્ડેશનના ખજાનચી સુરેશભાઈ પરમારે રાજયવ્યાપી રીક્ષા ચાલકોની હડતાલ
મુદ્ે જણાવ્યુ હતુ કે તા. ૧૫
,૧૬ના રોજ
હડતાલની જાહેરાત કરનાર યુનિયનો પોતાનો રાજકીય રોટલો શેેકવા   હડતાલ જાહેર કરી ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવા
રાજકીય સંગઠનોને  સાબરકાંઠા જિલ્લા ઓટો રીક્ષા
એસોશીએશન વિરોધ દર્શાવી હડતાલમાં ટેકો નહી આપવા નિર્ણય કર્યો છે.

વધુમાં જણાવાયુ હતુ કે વાહન વ્યવહાર મંત્રી દ્વારા તા. ૨ નવેમ્બર
૨૦૨૧થી રીક્ષા ભાડામાં વધારા સાથે મિનિમમ ભાડુ રૂ. ૧૫ હતા તેના બદલે મિનિમમ ભાડુ રૂ.
૧૮ કરવામાં આવ્યુ છે. તેમ જ રીક્ષા ચાલકો માટે ચઢતા પોઈન્ટમાં કીલો મીટર દીઠ અગાઉના
રૂ. ૧૦ને બદલે રૂ. ૧૩ મુજબ ૩ રૂ.નો વધારો કરી આપવામાં આવ્યો છે. સાથે સાથે રીક્ષા ચાલકો
માટે વેઈંટીંગ ચાર્જમાં પણ એક મિનિટ દીઠ ૧ રૂ.નો વધારો કરી આપવામાં આવ્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here