વડોદરા : દુકાનદારે બાકી 01 હજારની માંગ કરતા ગ્રાહક ધારિયું લઈને મારવા દોડ્યો

0
101

[ad_1]

વડોદરા શહેરના આજવા રોડ ઉપર દુકાનદારે ગ્રાહક પાસે ગુટકાના બાકી રૂપિયાની માંગણી કરતા ઉશ્કેરાયેલા ગ્રાહકે દુકાનદારને અપશબ્દો ભાંડી ધારીયું ઉગામવા અંગેનો બનાવ બાપોદ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે .

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા વાસંતીબેન કાલગુડે પોતાના ઘરેથી જ શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોરનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલા વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા પ્રવીણ મુન્નેસિંહ પટેલને ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં ઉધાર ખાતું ખોલાવી ખરીદી કરી હતી. પ્રવીણ પટેલ રોજીંદી  વિમલ ગુટખા વાસંતીબેનના દુકાનેથી લઇ જતો હતો. અને ત્યાર બાદ 1000 ઉપરાંતનું બીલ થઇ જતા ખરીદી બંધ કરી દીધી હતી.

બે વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ વાસંતી બેન અને તેઓના દીકરા દ્વારા વિમલ ગુટખાના બાકી નાણાંની અંગે ટોકતા બીલની રકમ આપવા નહિ માંગતા પ્રવીણ પટેલે માતા પુત્રને અપશબ્દો બોલી  ધારિયું લઈને મારવા માટે દોડી આવ્યો હતો. ઘટના અંગે ફરિયાદી વાસંતીબેને હુમલાખોર પ્રવીણ મુન્નાસિંહ પટેલ વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here