[ad_1]
જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર
જામનગર જિલ્લાના કાલાવડ માં પૈસાની ઉઘરાણી બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. જે મામલે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાઈ છે.
કાલાવડમાં આંબેડકરનગરમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાજેશ બચુભાઈ રાઠોડ નામના 40 વર્ષના યુવાને પોતાના પર પૈસાની લેતીદેતી તેમજ જાહેરમાં લઘુશંકા કરવાના મામલે તકરાર થયા પછી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સંજયસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વગેરેએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવાની અને પથ્થર વડે માર માર્યાની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં પોલીસે હત્યા પ્રયાસ અંગે તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત સામાપક્ષે ધર્મેન્દ્રસિંહ હાલુભા જાડેજાએ પૈસાની લેતીદેતી મામલે પીલુ તલાટી, રાજુ રાઠોડ, અને રવિ નામના ત્રણ શખ્સો સામે તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.y
[ad_2]
Source link