[ad_1]
– રાધાક્રિષ્ણા ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ ફરીયાદ આપતા દંપતી સહિત પાંચ જણા સામે રૂ. 58.68 લાખની ઠગાઇનો ગુનો નોંધ્યો
સુરત
રીંગરોડની રાધાક્રિષ્ણા ટેક્સટાઇલ માર્કેટ અને સુરત ટેક્સટાઇલ માર્કેટના ત્રણ વેપારી પાસેથી ડ્રેસ મટીરીયલ્સ અને સાડી ખરીદી કુલ રૂ. 58.68 લાખનું પેમેન્ટ નહીં ચુકવનાર ઠગ દંપતી સહિત પાંચ વિરૂધ્ધ સલાબતપુરા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રીંગરોડની રાધાક્રિષ્ણા ટેક્સટાઇલ માર્કેટમાં વ્રિશા પ્રિન્ટ નામે ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતા રામેશ્વર નારાયણદાસ રાઠી (ઉ.વ. 48 રહે. સોનલ રેસીડન્સી, પુણા પાટીયા) નો 2019માં સંજય ગોયેલ સાથે પરિચય થયો હતો. પંજાબ ખાતે ક્રોસીંગ અબોહરના ફસ્ટ ચોકમાં સુરત સિલેક્શન નામે ધંધો કરતો હોવાની ઓળખ આપી 40 દિવસના પેમેન્ટના વાયદે 6.74 લાખ ઉપરાંત અન્ય 19 વેપારીઓ પાસેથી કુલ રૂ. 34.15 લાખ મળી કુલ રૂ. 40.89 લાખનો માલ ખરીદી પેમેન્ટ ચુકવ્યું ન હતું. વેપારીઓએ ઉઘરાણી કરતા મારી નાંખવાની અને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. જયારે રાધાક્રિષ્ણા માર્કેટમાં કટારીયા સિલ્ક મીલ્સ નામે ધંધો કરતા દિલીપ નેમીચંદ મહેતા (રહે. શુભમ હાઇટ્સ, પરવટ પાટીયા) પાસેથી ક્રિપા ટેક્સટાઇલ નામે ધંધો કરતા કૈલાશ પુનમચંદ ભુતડા અને ધર્મેન્દ્ર પુનમચંદ ભુતડાએ 2018માં રૂ. 14.83 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી રાતોરાત દુકાનને તાળા મારી રફુચક્કર થઇ ગયા હતા. આ ઉપરાંત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મનભરી પ્રિન્ટ્સ નામે ધંધો કરતા નરેન્દ્ર રામઅવતાર સાબુ (રહે. વિજયનગર સોસાયટી, મજુરા ગેટ) પાસેથી 2018માં રીંગરોડના ગોલ્ડન પોઇન્ટમાં આર.ટી. ટેક્સટાઇલ નામે ધંધો કરતા થોમસ કુટાટે અને તેની પત્ની બેટસી થોમસ કુટાટે (બંને રહે. સેન્ટોસા હાઇટ્સ, અલથાણ) એ સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો આપી રૂ. 3.05 લાખની સાડી ખરીદી હતી. પરંતુ આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો. જેને પગલે સલાબતપુરા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link