[ad_1]
મોડાસા,તા.30
આજે આસો વદ-૧૦ ને રવિવારથી મોડાસાના પ્રસિધ્ધ ગોકુલનાથજી મંદીરે
હટડી દર્શન યોજાશે. અને આ દર્શન સાથે દિપાવલી પર્વની ઉજવણીનો વિધિવત પ્રારંભ કરાશે.
આ પરંપરાગતની ઉજવણીમાં દિપાવલી પર્વે વિશેષ દર્શન અને નૂતન વર્ષની
સુપ્રભાતે ગોવર્ધન પૂજા સહિત અન્નકૂટ દર્શન યોજાનાર હોઈ દર્શનાર્થીઓને કોરોના ગાઈડ
લાઈન પાલન સાથે લાભ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ હતી.
મોડાસાના પ્રસિધ્ધ ગોકુલનાથજી
મંદિર ખાતે આજે સાંજે ૬.૩૦ કલાકે હટડી દર્શનનો પ્રારંધ થનાર છે. બુધવાર સુધી યોજાનાર
આ દર્શનનો દર્શનાર્થીઓ શ્રધ્ધાભેર લાભ મેળવશે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ શેઠના
જણાવ્યા મુજબ મહાપર્વ દિપાવલીની ઉજવણીનો આજ થી મંદિર ખાતે ઉમંગભેર પ્રારંભ કરાશે.આ
વર્ષે પણ કોરોનાની ગાઈડ લાઈનના પાલન અને તકેદારી સાથેની આ ઉજવણીઓમાં ગુરૃવાર અમાસના
દિને પરોઢે ૫ કલાકે મંગળા દર્શનથી લઈ સાંજે ૭.૩૦ વાગે દિપાવલીના વિશેષ દર્શન મંદિર
ખાતે યોજાશે. જયારે નૂતન વર્ષના પ્રારંભ એટલે કે કારતક સુદ-૧ ને શુક્રવારના રોજ આ મંદિર
ખાતે ગોવર્ધન પૂજા અને અન્ન કુટોત્સવ યોજાશે.
[ad_2]
Source link