[ad_1]
– નવા વર્ષના મુહૂર્તના સોદા માટે આઠમી નવેમ્બરે મગફળી સિવાયની અન્ય તમામ જણસની આયાત થશે
જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ સોમવારથી છ દિવસ માટે દિવાળીના તહેવારને અનુલક્ષીને બંધ રહેશે, અને હરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. ત્યાર પછી આગામી 8મી તારીખે સવારે 9.00 વાગ્યાથી હરાજીની પ્રક્રિયાનો પુન:પ્રારંભ થશે, અને મુહૂર્તના સોદા કરવામાં આવશે.
જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને રવિવાર સુધી જ મગફળી સહિતની જણસની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાશે. ત્યાર પછી 2 નવેમ્બર 7 નવેમ્બર સુધી છ દિવસ માટેનું દિવાળીનું મીની વેકેશન રહેશે, અને હરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવશે.
જેમાં મગફળી સિવાયની અન્ય જુદી જુદી જણસોની આયાત કરાયા પછી મુહૂર્તના સોદાની સાથે હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. તેમ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.
[ad_2]
Source link