વાપીના 13,પારડીના 7 તેમજ કપરાડાના 29 ગામો મળી ને 49 ગામો જોડી ને નાનાપોંઢા નવી તાલુકો જાહેર

વાપી મહાનગર પાલિકા માં વાપી તાલુકામાં આવતા કુલ 11 ગામો મહાનગર પાલિકામાં વિલીનીકરણ થતા બાકી બચેલા 13 ગામો ને હવે નાનાપોંઢા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.સાથે પારડીના કુલ 7 ગામો ને તેમજ કપરાડા તાલુકાના 29 ગામો ને સમાવેશ કરી ને એક નવો તાલુકાઓ અસ્તિત્વ માં આવતા વલસાડ જિલ્લામાં હવે કુલ 7 તાલુકા બનવા પામ્યા છે

નાનાપોંઢા તાલુકો થયા ની જાહેરાત થતા સ્થાનિક અગ્રણીઓ એ બિરસા મુંડા સર્કલ ઉપર એકત્ર થઈ ફટાકડા ફોડી ને આભાર વ્યક્ત કર્યો હતો સરકાર નો જ્યારે બીજી તરફ મોટાપોંઢા ના કેટલાક અગ્રણીઓ એ અંગે બાબત થી નારાજગી વ્યક્ત કરી હતી.સાથે સાથે બે દિવસ પેહલા પારડી ના 9 ગામના સરપંચ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપી ને નાનાપોંઢા માં જોડાવામાં ન આવે એવી પણ માંગ કરી છે.
ત્યારે પારડી તાલુકાના ગામોમાં આ વિરોધ હજુ ઉગ્ર બને એવી શકયતા છે.વળી તાલુકો જાહેર કરવા પેહલા દરેક ગામના લોકો સાથે એક ગ્રામસભા યોજી ને તેમને આગોતરી જાણકારી આપવાની રહે છે પરંતુ સમગ્ર કિસ્સા માં આવી કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ ન હોવાનું મોટાપોંઢા ના અગ્રણી ગિરીશ પટેલે જણાવ્યું હતું જે કાયદાકીય રીતે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું
મોટાપોંઢા માં 350 એકર જેટલી સરકારી જગ્યા આવેલી છે અહીં તાજેતર માં સર્વે પણ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં નાનાપોંઢા ને જાહેરાત થતા સ્થાનિકો માં ભારોભાર નારાજગી હોવાની માહિતી મળી રહી છે.