
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકણ માટે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝન ખાતે તા. ૨૯.૦૯.૨૦૨૫ ના રોજ ૧૨.૦૦ કલાકે “ડાક અદાલત” નું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતી અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. “ટપાલ સેવા” સંબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝનને મોડામાં મોડી તા.૨૫.૦૯.૨૦૨૫ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ એવુ સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.