
કપરાડા તાલુકાના અંભેટી સાદરવેરી તેમજ સ્કૂલ ફળીયા વિસ્તાર માં ખુલ્લી જગ્યા માં ખેતર માં સાગી ઇમારતી લાકડા નો જથ્થો હોવની બાતમી જંગલ વિભાગ નાનાપોઢા ના અધિકારી ને મળતા તેઓ સ્થળ ઉપર પોહચી પૂછ પરછ હાથ ધરી હતી જોકે લાકડા બિંનવારસી હોવાનું જમીન માલિકે જંગલ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછ પરછ માં જણાવ્યુ હતું મહત્વ નું છે કે સાગી લાકડાનો જથ્થો અંદાજીત 6 જેટલા ટેમ્પો ભરી ને નાનાપોઢા કચેરી એ લાવવા માં આવ્યો હતો આટલી હદે જથ્થો કોણે કપાવ્યો અને કપાવવા પૂર્વે પરવાનગી લીધી કેમ નહીં તે અંગે તપાસ ચાલી રહી છે જોકે આ સમગ્ર જથ્થો પારડી તાલુકાના સરોધી ગામના કોઈ ઈસમ નો હોવાનો ગણગણાટ હાલ ચર્ચા નો વિષય બન્યો છે તેમજ જુના પાસ ઉપર નવા વૃક્ષો કાપ્યા હોવાની પણ ચર્ચા છે ત્યારે સમગ્ર બાબતે વલસાડ જિલ્લા જંગલ વિભાગ ના કર્મચારી તળિયા ઝાટક તપાસ કરે તે જરૂરી બન્યું છે આટલી જશે સાગી જથ્થો પરવાનગી વગર કાપવામાં આવે તો તેવા સમયે દોષિત સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે હાલ તો સરોધી ગામનો આ ઈસમ કોણ છે તે ચર્ચા નો વિષય બન્યો છે