ધરમપુર પોલીસ માથકે આજે પી એસ આઈ એ ગૌરક્ષકો સાથે કરી બેઠક

0
133

ધરમપુર પોલીસ મથક આજે ગૌ રક્ષકો સાથે એક વિશેષ બેઠકનું આયોજન પીએસઆઇ સુનીલ પરમાર ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ થી વધુ ગૌરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં ગૌ વંશની રક્ષા કાજે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઇ જવાતા અનેક પશુઓને બચાવવા માટે અનેક વાહનો નો પીછો કરવામાં આવે છે

જોકે બાતમી મળે ત્યારે ગૌરક્ષકો દ્વારા પ્રથમ પોલીસને જાણ કરી ત્યારબાદ જ પોલીસને સાથે રાખી વાહનોને અટકાવવા માટે તમામને જાણકારી આપવામાં આવી હતી જેથી કરીને કતલખાને લઇ જવાતા પશુઓના વાહનચાલકો દ્વારા ગૌરક્ષક ઉપર હુમલાની ઘટનાને ટાળી શકાય કારણ કે આ અગાઉ પણ હુમલાની ઘટનાઓ બની ચુકી છે જેથી કરીને ગૌરક્ષકો અને જ્યારે પણ કોઈ બાકી મળે કે તુરંત જ પોલીસને જાણ કરી પોલીસને સાથે રાખી કતલખાને લઇ જવાતા પશુધન ભરેલા વાહનો પીછો કરવો જોઇએ તેવી ભલામણ ધરમપુરના પીએસઆઇ સુનીલ પરમાર દ્વારા ગૌ રક્ષકો ને જણાવવામાં આવી હતી આ બેઠક દરમિયાન વલસાડ ધરમપુર તેમજ આસપાસના વિસ્તારના ગૌરક્ષક જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here