પારડી તાલુકાના સુખલાવ..વેલપરવા અને આમળી ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી નૈમિષાબેન રાણાને બાઈક પર જતી વખતે અજાણ્યા વાહન ચાલક એ આજરોજ બપોરે વલસાડ સુગર ફેકટરી પાસે નેશનલ હાઇવે નંબર 48 પર ટક્કર મારતાં થયેલા ગંભીર અકસ્માત મા કરુણ મૃત્યુ થયું છે.
પારડી તાલુકાના યુવા મહિલા તલાટી ના આજે બપોરે થયેલા અરેરાટી ભર્યા અકસ્માત મૃત્યુ ના સમાચાર થી જિલ્લા ના તલાટી ઓ અને પંચાયત કર્મચારી પરિવાર મા ઘેરા શોક ની લાગણી ફેલાઇ ગઇ છે.નેમિષા રાણા ને હાઇવે પર ટકકર મારી વાહન ચાલક ભાગી છૂટયો હતો. આ અકસ્માત ની જાણ આરટીઓ કચેરી ના અધિકારી ઓ જેઓ હાઇવે પર થી પસાર થતા હતા. તેમણે શ્રીમતી રાણા ને ગંભીર હાલત માં 108 મારફત વલસાડ ની લોટસ હોસ્પિટલ મા ખસેડાયા હતાં. જે દરમિયાન માથા ના ભાગે તેમને ગંભીર ઈજા થઈ હોવાથી તેમનું દુઃખદ અવસાન થયું છે.. મૂળ નવસારી ના વતની તલાટી નેમિષા રાણા વલસાડના અબ્રામા ખાતે રહેતા હતા..આ ઘટના ની જાણ થતાં પારડી તાલુકાના અઘિકારી ઓ અને જિલ્લા ના તલાટી ઓ હોસ્પિટલ માં ધસી ગયા છે.. આ લખાય છે ત્યારે મૃત દેહ ના પીએમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે…