છેલ્લા કેટલાક સમય થી સમગ્ર ગુજરાત માં કામ કરતા તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે વાટાઘાટો ચાલી રહ્યા છે જેમાં કેટલાક પ્રશ્નો નું નિરાકરણ મળ્યું છે તો બીજી તરફ હજુ પણ કેટલાક પ્રશ્નો પડતર જ રહ્યા છે 2001 થી 2006 સુધી માં નિમણૂક પામેલા તલાટી ઓને ઉચ્ચતમ પગાર ધોરણ નો લાભ આપવા ,તલાટી ઓની ખાલી જગ્યા ઉપર નવી ભરતી મહેકમ ભરવું સહિત અનેક મુદ્દાઓ ને આવરી લઈ સમગ્ર રાજ્ય માં આજે તલાટી ઓ એક દિવસીય માસ સી એલ ઉપર ઉતર્યા છે ત્યારે ધરમપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ 27 જેટલા તલાટી ઓ આજે વિવિધ પ્રશ્નો ની રજુઆત અને પડતર પ્રશ્નો ની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને આજે એક દિવસીય માસ સી એલ ઉપર ઉતર્યા હતા અને આગામી દિવસ માં પણ જો સરકાર તેમની માંગ પૂર્ણ ન કરે તો વધુ જલદ આંદોલન કરવામાં આવશે