પારડીના હોમ ગાર્ડે રીક્ષા ભરી દારૂ સુરત મોકલ્યો અને …પોલીસને હાથે ઝડપાઇ રીક્ષા 26 હજાર થી વધુનો દારૂ કબ્જે હોમગાર્ડ સહિત બે ઝડપાયા

0
159

વલસાડ જિલ્લા માં ફરી ખાખી ને કલંક લાગે એવી ઘટના સામે આવી છે ગત રોજ પારડી ખાતે આવેલા ચાર રસ્તા ઓવર બ્રિજ પાસે પોલીસ વાહન ચેકીંગ માં હતી ત્યારે એક રીક્ષા નંબર જી જે 05 બી ડબલ્યુ 4693 આવતા પોલીસે અટકાવી તપાસ કરતા રિક્ષાના પાછળના ભાગે બનાવવા માં આવેલા સ્પીકરના બોક્ષ માં ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂ બોટલ નંગ 112 મળી આવી હતી જ્યારે રીક્ષા ચાલક હેમંત હરીશભાઈ સુરવે રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉધના સુરતની ધરપકડકરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પારડી પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મહીન મંગુ પટેલ રહેવાસી પારડી ભેંસલાપાડા એ ભરાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે હોમગાર્ડ ની ધરપકડ કરી છે આમ વાડ જો ચિભડા ગળે તો દોષ કોને દેવો જેવી ચર્ચા ઓ ઉઠી રહી છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here