વલસાડ શહેર માં આવેલા સને 1897 માં સ્થપવામાં આવેલી બાઈ આવા બાઈ હાઈસ્કૂલ દ્વારા અનેક વિધાર્થીઓ એ પોતની બાલ્યા અવસ્થા નું શિક્ષણ અહીંથી મેળવી ને તાજેતર માં વિશ્વ ના અનેક ખૂણે સેવા આપી રહ્યા છે જેમાં હાલના ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર ભાઈ પટેલ પણ સામેલ છે જાણી ને ચોંકી ગયા ને ? સને 1971 થઈ સને 1974 ની સાલ દરમ્યાન ધોરણ 5 થી 7 ધોરણ નો અભ્યાસ હાલ ના મુખ્ય પ્રધાને વલસાડની બાઈ આવા બાઈ હાઈસ્કૂલ માં કર્યો છે તેઓના પિતા શ્રી રજનીકાંત ભાઈ વલસાડ પોલીટેક્નિક માં તે સમયે પ્રોફેસર હતા જોકે તે બાદ તેમની બદલી થઈ જતા તેઓ એ વલસાડ છોડી દીધું હતું
મહત્વ નું છે વલસાડ ની બાઈ આવા બાઈ સ્કૂલ ની સ્થાપના શેઠ બમનજી સાપુરજી ચોથિયા ની મોટી દીકરી બાઈ આંવા બાઈ તારીખ 9 મી સપ્ટેબર 1896 ના રોજ અવસાન થતા તેની યાદગિરી કાયમ રાખવા માટે વલસાડ કસબા માં અને તેણી આસપાસના ગામોના દીકરા દીકરી ઓ મેટ્રિક સુધી અભ્યાસ કારી શકે તે હેતુ થી બાઈ આંવા બાઈ હાઈસ્કૂલ ની સ્થાપના કરવામાં આવી હતી અત્યાર સુધીમાં આ શિક્ષણિક સંસ્થા એ ભારત ને દેશના વડા પ્રધાન સ્વ,મોરારજી દેસાઈ,ભૂતપૂર્વ મુંબઇ હાઈકોર્ટના જજ ભુલાભાઈ દેસાઈ,અંગ્રેજી અને ગુજરાતી શબ્દકોશ ના રચેઇયતા પાંડુરંગ ગણેશ દેશપાંડે,ભૂતપૂર્વ કેન્દ્ર સરકાર ના શ્રમમંત્રી ખંડુંભાઈ દેસાઈ જેઓ આંધ્રપ્રદેશના ગવર્નર પણ હતા તો હાલ માં લંડન માં આવેલી ખૂબ જાણીતી બેન્ક બારકલેસ બેન્ક ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજન મિસ્ત્રી આરૂઢ છે તેઓ પણ વલસાડ આવાંબાઈ સ્કૂલ ના વિધાર્થી છે આમ શૈક્ષણિક સંસ્થા ના અનેક વિધાર્થીઓ વિશ્વ ના અનેક ખૂણે અનેક ઉચ્ચ હોડાઉપર બિરાજે છે ત્યારે ભુપેન્દ્ર ભાઈ પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન પણ આજ શિક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી ચુક્યા છે જેને લઇ સંસ્થાના તમામ લોકો ગર્વ અનુભવે છે
ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે તે સમયે અભ્યાસ કરતા સહપાઠી હિતેશભાઈ મિસ્ત્રી અને સનત ભાઈ વશી અને અમુલભાઈ દેસાઈ જણાવે છે કે તેઓ અભ્યાસ માં તેજસ્વી વિનમ્ર નિયમિત અને મૃદુ સ્વભાવના હતા વળી ઘરે પિતાજી પ્રોફેસર હોય એટલે સ્વાભાવિક છે કે શિક્ષણ પ્રત્યે લગાવ અને પ્રામાણિકતા જેવા ગુણો પેહલા થી જ કેળવાયેલા હતા તેઓ આજે પણ કેટલાક સ્મરણો નાનપણ ના યાદ કરી ગર્વ અનુભવી રહ્યા છે