વાપીના વેપારીને અપહરણ કરી લઈ જઈ ફિરોતી માનગનારા 5 ને પોલીસે દબોચી લીધા

0
251

વાપીમાં કરણસિંહ નામનો એક મારવાડી વેપારી પોતાની બેગની દુકાન ધરાવે છે જે વેચાણ અર્થે તેણે ફેસબુક ઉપર પોષ્ટ મૂકી હતી જેના નમ્બર ઉપર જીતુસિંગ એ ફોન કરી તેઓ દુકાન અને ફ્લેટ ખરીદી કરવા માંગે નું જણાવી વાપી ખાતે રૂબરૂ મળવા માટે આવ્યા હતા ને 5 લાખ નો ચેક પણ આપી દસ્તાવેજ બે દિવસમાં કરીશું કહી ચાલ્યા ગયા હતા જે બાદ બીજા દિવસે આવી દસ્તાવેજ સુરત ખાતે કરવા પડશે તમે સુરત આવો કહી ને કરણસિંહ ને સુરત કાર માં બેસાડી અપહરણ કરી ગયા રસ્તામાં માર મારી તેના ખિસ્સામાંથી 42000 રોકડા અને એટીએમ માંથી 80 હજાર કાઢી લીધા બાદ બન્ને મોબાઈલ લઈ  લીધા હતા અને તેમના સ્વજન ને ફિરોતી માટે ફોન કરી 50 લાખ ની માંગ મૂકી હતી પરંતુ બાદ માં કરન સિંહ ને અંકલેશ્વર ખાતે છોડી ને જતા રહ્યા હતા જે બાદ કરનસિંહે કોઈ દુકાનદાર પાસે થી ફોન લઈ હકીકત અંગે જાણકારી આપ્યા બાદ વાપી આવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી 
*પોલીસે ફિરોતી અને અપહરણ અંગે ગંભીરતા દાખવી ને તપાસ નો દોર શરૂ કર્યો હતો 
જી આઈ ડી સી પોલીસ મથકમાં કરનસિંહે અંગે લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક સર્વે અને ટેકનીકલ એનાલીસીસ બાદ વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલી ભાડેથી લીધેલી કાર ધવલ વ્યાસ નામના ચાલકે લીધી હોવાનું બહાર આવ્યું હતું અને તેની તપાસ શરૂ કરતાની સાથે આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપી પોલીસના હાથે ચડી ગયા હતા 

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા એ આ સમગ્ર બાબતે માહિતી આપતાં જણાવ્યું કે પકડાયેલા આરોપી મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ તમામ મારવાડી ભાષા ખૂબ સારી રીતે જાણતા હતા અને બોલતા હતા તેથી તેઓ મારવાડી વેપારીઓને જ પોતાના નિશાન બનાવતા હતા અને આ અગાઉ પણ આ તમામ આરોપીઓએ વડોદરા ખાતે જલારામ મારવાડી નામના એક શખ્સને અપહરણ કરી જઇ સાત લાખની લૂંટ ચલાવી હતી

આજે પત્રકાર પરિષદમાં ડોક્ટર રાજદીપસિંહ ઝાલા માહિતી આપતા જણાવ્યું કે પકડાયેલા પાંચ ઈસમો લૂંટ ચલાવ્યા બાદ lawrence bishnoi ગેંગના સભ્ય હોવાનું જણાવી વિરોધી ની રકમ માંગતા હતા પરંતુ હજુ સુધી પોલીસ તપાસમાં ચોક્કસપણે તેઓ આ ગેંગના સભ્ય છે કે નહીં તે સામે આવ્યું નથી

પોલીસે સમગ્ર મામલે જીતુ ઉર્ફે અજય ઉર્ફે બાપુ ઉર્ફે રાજવીર ઉર્ફે અજય ઉર્ફે વિક્રમ  ઉર્ફે ધવલ જેવા વારંવાર નામ બદલતો રહેતો હતો.હીરાલાલ માંગીલાલ રહે વડોદરા,વિકી સુકુમાર ઘોષ રહે વડોદરા, વિનોદ ચન્દ્રીકા ગરિકર, રહે અમદાવાદ, અને બાબુ સુકુમાર ઘોસ  ની ધરપકડ કરવામાં આવી છે 
 
પકડાયેલા આરોપી પાસે થી રોકડા રૂપિયા, કાર મોબાઈલ ફોન,એરગન, 2 લાઈટર વાળી ખોટી પિસ્તોલ, છરો મળી કુલ રૂપિયા 3.78 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here