સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ વાપી એ ડાંગરની કુસકીની આડમાં લઇ જવાતો ગુટખા નો મોટો જથ્થો ઝડપી પાડ્યો, એક ની ધરપકડ

0
17

એસ.ઓ.જી ના એ.એસ.આઇ અશોકકુમાર રમાશંકર

તથા પો.કો કિરીટસિંહ ધરમશીભાઇ ને સંયુકત રાહે મળેલ બાતમી આધારે વાપી બલીઠા, સુરતથી મુંબઇ જતા ને.હા.નં.૪૮ ટાટા શો-રૂમ સામે રોડ ઉપરથી સામાવાળા અરૂનકુમાર S/O રામસમુજ તિવારી ઉ.વ.૩૫ હાલ રહે.તુર્ભે, વાશી પોલીસ સ્ટેશન, નવી મુંબઇ મહારાષ્ટ્ર (મુળ રહે.ગામ.જગદીશનગર,

જી.બહેરાઇચ, ઉત્તરપ્રદેશ) જે પોતાની   ટાટા ટેમ્પો નં.MH-48-BM-3986 ની માંથી ડાંગરની કુસ્કીની આડ માંથી ગેરકાયદેસર બીલ આધાર પુરાવા વગરનો રાજશ્રી પાનમસાલા તથા કમલાપસંદ પાનમસાલા તથા તેની તમાકુનો જથ્થો ભરેલ સફેદ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓ કુલ નંગ-૬૧

કિ.રૂ.૨૫,૩૭,૨૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/- નો મુદામાલ મજકુર ઇસમે કોઇક જગ્યાએથી

ચોરી અગર છળકપટથી શંકાસ્પદ હાલતમાં મેળવી લાવેલાનું જણાય આવતા તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

 • શું શું કબ્જે લેવામાં આવ્યું
 • રાજશ્રી પાનમસાલા તથા કમલાપસંદ પાનમસાલા તથા તેની તમાકુનો જથ્થો ભરેલ સફેદ
  પ્લાસ્ટીકના મીણીયા કોથળાઓ નંગ-૬૧ કિ.રૂ.૨૫,૩૭,૨૦૦/-
 • ટાટા ટેમ્પો નં.MH-48-BM-3986 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-
 • મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
 • ૬૦ પ્લાસ્ટીકના મીણીયા કોથળાઓમાં ડાંગરની કુસ્કી કિ.રૂ.૦૦/-
 • કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૩,૪૨,૨૦૦/-
 • કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
  સદર કામગીરી પો.ઇન્સ.શ્રી એ.યુ.રોઝ તથા એ.એસ.આઇ અશોકકુમાર રમાશંકર તથા તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા આ.હે.કો. ઓમપ્રકાશ રણબહાદુરસિંહ તથા અ.પો.કો
  કિરીટસિંહ ધરમશીભાઇ તથા અ.પો.કો મોહંમદસફી સુલેમાનભાઇ વગેરે પોલીસ સ્ટાફ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here