કપરાડા ચૌવશાળા માં ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારતા સ્થળ ઉપર મોત ટ્રક ચાલક ફરાર 

0
47

કાકા ના છોકરાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા યુવકને કાળમુખી ટ્રકે અફડટ માં લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

કપરાડા તાલુકાના ભવાડા જાગીરી ગામે મૂળગામ ફળીયા માં રહેતા રામુભાઈ બેનડું ભાઈ દોડકા ના પુત્ર અજય ના લગ્ન નાની કોરવડ ખાતે નક્કી થયા હતા તારીખ 6 -6-24  ના રોજ લગ્ન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની લગ્ન પત્રિકા વહેંચવા માટે અજયના મોટા પાપા નો દીકરો તુલસીરામ ભાઈ ઈલાજ ભાઈ દોડકા નીકળ્યા હતા તેમને સપના માં પણ ખબર નહીં હોય કે ખુશી નો પ્રસંગ શોકમાં પરિણમસે..આજે કપરાડા સુથારપાડા રોડ ઉપર બાઈક ઉપર થી ઉતરી ને ચાવશાળા નજીકમાં આવેલી હોટલ અંકિતા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે યમરાજ બનીને આવેલી ટ્રક નમ્બર ટી એન 52 જે 0133 તુલસીરામ ભાઈ ને ટક્કર મારતા તેઓ ટ્રકના આગળના વ્હીલ માં આવી જતા સ્થળ ઉપર જ ગંભીર ઇજાઓ ને પગલે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હાથમાં રાખેલી લગ્ન પત્રિકાઓ પણ રોડ ઉપર ફેલાઈ ગઈ હતી અચાનક બનેલી ઘટના ને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે ટ્રક ચાલક ઘટના બનતા ટ્રક મૂકી ફરાર થઇ જવા પામ્યો હતો આમ લગ્ન પ્રસંગ ની ઉજવણી માટે લગ્ન પત્રિકા વહેંચવા નીકળેલા યુવક ને કાળમુખી ટ્રકે અડફતે લેતા પરિવારનો શુભ પ્રસંગ શોકમાં બદલાયો હતો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here