સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડના પબ્લિક ઇશ્યૂને 543 ગણા થી વધુ નું બમ્પર સબ્સ્ક્રીપ્શન મળ્યું

0
11

કંપનીના શેર્સ 8 મે, 2024ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે

અમદાવાદ, 4 મે, 2024 – ડોલ્ફિન બ્રાન્ડ સ્ટેઇનલેસ સ્ટીલ કૂકવેર અને અપ્લાયન્સિસ તથા વિવિધ રેન્જની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના નિર્માતા અમદાવાદ સ્થિત સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડને તેના રૂ. 15 કરોડના એસએમઈ આઈપીઓ માટે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને તે 543 થી વધુ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. રિટેલ સેગમેન્ટમાં તે 528.8 ગણો છલકાયો હતો જ્યારે નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર કેટેગરી 558.5 ગણો સબ્સ્ક્રાઇબ થઈ હતી.

પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરવામાં આવેલા 25 લાખ શેર્સની સામે કંપનીને 128.96 કરોડથી વધુ ઇક્વિટી શેર્સ માટે બિડ્સ મળી હતી જેનું કુલ સબ્સ્ક્રીપ્શન મૂલ્ય રૂ. 7,737.60 જેટલું થાય છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 3 મેના રોજ બંધ થાય છે. કંપનીના શેર્સ 8 મે, 2024ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે. કંપનીના શેર્સનું ગ્રે માર્કેટ પ્રિમિયમ વેબસાઇટ https://www.investorgain.com/ મુજબ શેરદીઠ રૂ. 53 હતું જે અંદાજે 88.33% નું પ્રીમિયમ લિસ્ટિંગ સૂચવે છે. સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.

આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના 25 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની પબ્લિક ઇશ્યૂના ઇક્વિટી શેર દીઠ રૂ. 60નો ભાવ ફિક્સ કર્યો છે (જેમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 50ના પ્રિમિયમનો સમાવેશ થાય છે). ઇશ્યૂની રૂ. 15 કરોડની રકમમાંથી કંપની કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે રૂ. 6 કરોડ, પેટા કંપનીમાં રોકાણ માટે રૂ. 4 કરોડ, મશીનરી ખરીદવા માટે રૂ. 2 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 2 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.2 લાખના રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા છે.

સાઇ સ્વામી મેટલ્સ એન્ડ અલોય્ઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિરૂપમ અનંતલાલ ભગતે જણાવ્યું હતું કે “અમે પબ્લિક ઇશ્યૂને મળેલા પ્રતિસાદથી ખૂબ આનંદિત છીએ અને તમામ રોકાણકારોનો કંપની તથા તેના મેનેજમેન્ટમાં મૂકેલા વિશ્વાસ તથા ભરોસા માટે આભાર માનીએ છીએ. માર્કેટિંગમાં એક નાની શરૂઆતથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા સુધી અમે સ્ટેઇનલેસ સ્ટીલ ઉદ્યોગમાં એક ડાયનેમિક પ્લેયર તરીકે ઊભર્યા છીએ. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચના એ રીતે અમલમાં મૂકી શકીશું જેથી તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય સર્જન થાય અને અમે સતત ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ પૂરી પાડી શકીએ.” 

સાઇ સ્વામી મેટલ્સ અને એલોય્ઝ લિમિટેડ વ્યાપક શ્રેણીની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે જે અમારા માનવંતા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે. કંપનીની પ્રોડક્ટ લાઇનમાં ડિનર સેટ્સ, એસ.એસ. કેસરોલ્સ, એસ.એસ. મલ્ટી કડાઈ, એસ.એસ. વોટર બોટલ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ શીટ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ સર્કલ્સ અને વિવિધ વાસણો જેવા વિવિધ કિચનવેરનો સમાવેશ થાય છે. ડોલ્ફિન બ્રાન્ડ કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપીની સ્ટેઇનલેસ સ્ટીલ કિચનવેર પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ માટે જાણીતી છે. 3 ડિસેમ્બર, 2023ના રોજ કંપની 6 ડિસ્ટ્રીબ્યુટર્સ અને 150થી વધુ સબ-ડીલર્સ/સ્ટોકિસ્ટ/રિટેલર્સનું નેટવર્ક અને ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યોમાં વ્યૂહાત્મક જોડાણ ધરાવે છે. 

કંપનીની ડોલ્ફિન બ્રાન્ડ સફળતાની મશાલ તરીકે ઊભી છે જે ગુજરાતના માર્કેટમાં કંપનીની સ્થિતિસ્થાપકતા તથા મજબૂત અસર દર્શાવે છે. છેલ્લા ત્રણ દાયકાથી તેણે ઇનોવેટિવ આઈડિયાઝને શ્રેષ્ઠ સ્ટેઇનલેસ સ્ટીલ મટિરિયલથી બનેલી ઉચ્ચ ગુણવત્તાની કિચનવેરની અલ્ટ્રામોર્ડન રેન્જમાં ફેરવ્યા છે. કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપી કૂક વેર્સ, કિચનવેર અને કટલરીમાં 1,200 અલગ અલગ મોડલ સાથે વિવિધ રેન્જનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. આ દરેક પ્રોડક્ટ અનોખો દેખાવ, સ્ટાઇલ અને પર્સનાલિટી ધરાવે છે.

ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 1.79 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 33.33 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણવર્ષની નફાકારકતા રૂ. 3.83 લાખ અને આવક રૂ. 6.27 કરોડ હતી. ડિસેમ્બર 2023ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 6.64 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 2.53 કરોડ, એસેટ બેઝ રૂ. 26.17 કરોડ અને આરઓએનડબ્લ્યુ 27.02 ટકા હતી. કંપનીના શેર બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here