વલસાડ જિલ્લામાં બે અપક્ષ સહિત 6 ઉમેદવારો એ પોતાના ડમી ઉમેદવાર સાથે ફોર્મ ભર્યા

0
308

ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી,વિરો કે વીર ઇન્ડિયન પાર્ટી અને બે અપક્ષ સહિત કુલ 6 મુખ્ય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે

ઉપરોક્ત મુખ્ય ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે ..

વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર જે રીતે ભાજપ કોંગ્રેસ જ નહીં અન્ય બે પાર્ટી અને બે અપક્ષ સહિત કુલ 6 ઉમેદવારો એ તેમના ડમી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે જેને લઈ હવે રાજકારણ ખાસ્સું ગરમાયુ છે વળી વાંસદા થી જ એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી કરતા તે પણ હાલ ચર્ચા નો વિષય  બન્યો છે

ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19-4-24 છે જ્યારે તારીખ 18 સુધીમાં કોંગ્રેસ માંથી અનંત પટેલે ભાજપ માંથી ધવલ પટેલે જ્યારે બહુજન સમાજ પાર્ટી માંથી પ્રવીણ છોટુ પટેલે,વિરો કે વીર ઇન્ડિયન પાર્ટી માંથી માજી સૈનિક જ્યંતી ખંડુ સાલું,તેમજ અપક્ષ માંથી આદિવાસી સમાજના અગ્રણી રમણભાઈ કરશનભાઈ પટેલ તેમજ વાંસદા નાજ એક અન્ય યુવક ચિરાગ ભરત ભાઈ પટેલ અપક્ષ માંથી ડમી ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે

ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાની છેલ્લી તારીખ 20-4-24  છે તો ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 -4-24  મતદાન ની તારીખ 7-5-24 મતદાન થશે જ્યારે મતગણતરી 4 -6-24 ના રોજ યોજાશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here