દાદરા નગર હવેલી ના અંજના દેસાઈ  એ દિલ્હી માં યોજાયેલ વિશ્વના સૌથી મોટા IHFF આંતરરાષ્ટ્રીય હેલ્થ એન્ડ ફિટનેસ ફેસ્ટિવલ ની સ્ટોંગમેન કોમ્પિટિશન માં ભાગ લઈ 2 ગોલ્ડ તેમજ એક બ્રોન્ઝ મેડલ જીત્યા. 

0
95

આ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ તેમજ કોમ્પિટિશન દિલ્હીના પ્રગતિ મેદાન માં 7 જૂન થી 9 જૂન સુધી ચાલી હતી જેમા 46 વર્ષના અંજના  માસ્ટર કેટેગરી માં Strongmen game રમ્યા. જેમા 105 કીલો ડેડલીફ્ટ , 37.5 કીલો લોગ લીફટ અને 50 સેકન્ડ સુધી હેમર હોલ્ડ કરી 3 મેડલ જીત્યા છે.

અગાઉ માર્ચ 2024 માં પણ WPC [ વર્ડ પાવરલિફ્ટીંગ કોંન્ગેસ ] ની નેશનલ ચેમ્પિયનશીપ દિલ્હી માં થઈ હતી તેમા પણ તેઓ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

જુદા જુદા સ્ટેટની અલગ અલગ સ્તરની કોમ્પિટિશન તેમજ નેશનલ ચેમ્પિયનશીપ માં દાદરા નગર હવેલી તરફથી પાવરલિફટીંગ તેમજ strongmen સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીતી તેમણે નગર હવેલી નું નામ રોશન કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here