વલસાડ ડાંગ બેઠક ઉપર કરેલો અખતરો પડી શકે છે ભારી,મતદારો સહિત ખુદ કાર્યકર્તા ઓ પણ ઉમેદવાર ને ઓળખતા નથી

વલસાડ ડાંગ બેઠક ઉપર હાલ માં જ ભાજપે જાહેર કરેલ નવા ઉમેદવાર ની યાદીમાં ધવલ પટેલ નું નામ જાહેર કર્યું છે જે જોતા અનેક કાર્યકર્તા ઓ એક સમયે તેમને શોધતાં હતા કારણ કે ધવલ પટેલ ક્યારે વલસાડ ધરમપુર કે ઉમરગામ જોવા મળ્યા નથી કે કોઈ કેમ્પેઇન માં ફર્યા નથી એમણે માત્ર આઇ ટી સેલ માં ઓફિસ માં બેસી ને જ કામગીરી બજાવી હોવાનું કહેવાય છે ત્યારે ભૌગોલિક પરિસ્થિતિથી તે બહુ સારી રીતે વાકેફ નથી સાથે જ તેઓ સ્થાનિક કક્ષાના આદિવાસી સમાજના યુવાઓને આઈટી ક્ષેત્રમાં લઈ જવાની વાતો કરી રહ્યા છે પરંતુ અહીં જંગલ જમીનના પ્રશ્નો આદિવાસી સમાજના નર્મદા તાપી રીવર લિંકના પ્રશ્નો અને સ્થાનિક કક્ષાના પ્રશ્નોની તેઓ વાત નથી કરી રહ્યા ત્યારે આગામી દિવસમાં મતદારો સમક્ષ તેઓ કયા મુદ્દાઓ લઈને જશે એ પણ હાલ તો ચર્ચાનો વિષય છે સ્થાનિક મતદારો જણાવી રહ્યા છે કે જે વ્યક્તિને અમે ઓળખતા નથી એવા વ્યક્તિને સહયોગ કેવી રીતે કરવો? અમારા પ્રશ્નોને વાંચા તે કઈ રીતે આપશે કારણ કે તે જમીને લેવલ સુધીના વ્યક્તિ સાથે મળ્યા જ નથી હાલ વલસાડ ડાંગમાં તેમનું નામ જાહેર થતાં અનેક કાર્યકર્તાઓમાં પણ આંતરિક નારાજગી જોવા મળી રહી છે તેઓ ગઈકાલે બોડી સાંજે જ્યારે વલસાડ પહોંચ્યા ત્યારે વલસાડના કમલમ કાર્યાલય ઉપર માત્ર ગણતરીના અને આંગળીના વેઢે ગણી શકાય એવા કાર્યકરો તેમની સાથે શુભેચ્છા આપવા માટે જોડાયા હતા જ્યારે સંભવિત ઉમેદવારો જેમના નામો ચર્ચામાં હતા તે પૈકીના એક પણ વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હતા એ તમામની સૂચક નોંધ લેવામાં આવી રહી છે હવે અહીં જોવાનું એ રહે છે કે વાસદાના ઝરી ગામના વતની અને સુરત ખાતે રહેતા તેમજ દિલ્હી ખાતે ફરજ બજાવતા ધવલ પટેલને વલસાડ ડાંગ વિસ્તારના લોકો આવકારી મત આપશે કે કેમ અને સ્થાનિક સંગઠન અને કાર્યકરો દ્વારા તેમના પ્રચાર માટે મતદારો સમક્ષ તેઓ કયા મુદ્દા લઈને જશે એ તમામ વિષય હાલતો ભાજપ બેડામાં પણ ભારે ચર્ચાનો વિષય છે આ સમગ્ર બાબતમાં કેટલાક કાર્યકર્તાઓ નામ જાહેર થયાના જ થોડા સમયમાં પોતાના ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આવા કાર્યકર્તાઓને સંગઠન મ1નાવશે કે કેમ તે અંગે પણ હાલ તો ભારે ચર્ચાનો વિષય છે તો નવા ઉમેદવાર માટે ચૂંટણીમાં વિજય થવું અને એ પણ 400 ની પાર એ કેવી રીતે થશે તે અંગે હાલ તો જાણકારોમાં ભારે ચર્ચાનો વિષય છે લોકો કહી રહ્યા છે કે અબકી બાર નયા ઉમેદવાર કેસે હોગી નૈયા પાર…
જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આદિવાસી સમાજ માં અનેક પ્રશ્નો માં આગળ રહ્યા છે લોકોને સહયોગ કર્યો છે ત્યારે હવે મતદારો એવું માની રહ્યા છે કે અજાણ્યા ને સહયોગ કરવો એના કરતાં જાણીતા ચહેરા ને સહયોગ કરવો વધુ યોગ્ય હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે ચૂંટણીમાં જો ઇ વી એમ નો જાદુ કંઈ તરફ ચાલે છે એ જોવું રહ્યું