આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું હોવાની આશંકા

ધરમપુરના તીસ્કરી તલાટ ગામે ડોણી ફળીયા માં રહેતા યુવકે કાર ની બેટરી માં રહેલ પાણી ગટગટાવી લઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઇ છે
સ્થળ ઉપર થી મળતી વિગતો મુજબ ધરમપુરના તીસ્કરી ડોણી ફળિયામાં રહેતા તેજસ મુકેશભાઈ પટેલ ઉ.વ27 જે છેલ્લા કેટલાક સમય થી ફોરવહીલર ગેરેજમાં મેકેનિક તરીકે કામ કરતો હતો જેણે ગઈકાલ સોમવાર ના રોજ સનજે ગેરેજ માં રહેલ કાર ની બેટરી ની અંદર નું પાણી કોઈ અગમ્ય કારણ સર પી લેતા તેની તબિયત લથડી પડી હતી જેને તાત્કાલિક સારવાર માટે ધરમપુર ની સાઈનાથ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં 12 કલાક ની સારવાર બાદ તેનું મોત નિપજતા પરિવાર જનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે ધરમપુર પંથકમાં દવા પી આત્મહત્યા ના કેસો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે જે ખૂબ ચિંતા જનક છે હાલ તો પરિવાર જનોએ પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો લઈ મૃતક ની લાસ ને પોસ્ટ મોર્ટમ કરવા માટે મોકલવા તજવીજ હાથ ધરી છે.