15000 રોકડા અને એક મોબાઇલ ફોન મળી આશરે ₹40,000 ની રકમ સિવિલ માં હાજર પોલીસને હેન્ડ ઓવર કર્યા
આજરોજ વહેલી સવારે 04:51 વાગ્યે ભીલાડ 108 ની ટીમને વાપી GIDC ચાર રસ્તા નો એકસીડન્ટ નો કોલ મળ્યો હતો. કોલ મળતાને સાથે જ ભીલાડ 108 ટીમ ના ઈ એમ ટી હેતલબેન પટેલ અને પાયલોટ પ્રજ્ઞેશ પટેલ તરત જ વાપી જવા માટે નીકળી ગયા હતા અને સ્થળ પર પહોંચતા પહેલા કોલર ને પ્રિએરિવલ ઇન્સ્ટ્રેક્શન પણ આપી હતી જેમાં કોલર એ જણાવવામાં આવ્યું હતુ પેશન્ટના નાકમાંથી લોહી વહી રહ્યુ છે ઈ એમ ટી હેતલ પટેલ દ્વારા કોલર ને જણાવવામાં આવ્યું હતું કે પેશન્ટને ચોખ્ખા કપડા અથવા રૂમાલ વડે નાકના ભાગ ઉપર રાખી બિલ્ડીંગ સ્ટોપ કરવાની ટ્રાય કરવી ત્યારબાદ ઘટના સ્થળે પહોંચતા જોવા મળ્યું કે 22 વરસના અમરનાથ ચરીયા ફોરવીલર એકસીડન્ટ થવાના કારણે આગળના ભાગમાં ફસાઈ ગયા હતા ભીલાડ 108 ની એમ્બ્યુલન્સમાં આપવામાં આવેલ સાધનો વડે અને ઈ એમ ટી હેતલ પટેલ અને પાયલોટ પ્રગ્નેશ પટેલ દ્વારા સૂઝબુજ વાપરીને ફસાયેલ પેશન્ટને 15 મિનિટ ની મહેનત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ ઈનરુટ એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન અને ડ્રેસિંગ તથા જરૂરી ઇન્જેક્શન આપીને પેશન્ટ નો જીવ બચાવી લેવાયો હતો અને નજીકના સિવિલ હોસ્પિટલ વલસાડ ખસેડવામાં આવ્યો હતો પેશન્ટ પાસે મળેલી બેગમાં ચેક કરતા ની ટીમ રોકડા ₹15,000 તથા એક કીમતી મોબાઈલ ફોન મળી ને અંદાજિત રકમ આશરે ૪૦ હજાર વલસાડ સિવિલના પોલીસને હેન્ડ ઓવર કરવામાં આવી હતી અકસ્માતને જાણ થયેલી સગા સંબંધી સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને આપેલી રોકડા રકમ તથા દર્દી નો જીવ બચાવવા ના કારણે ઈ એમટી હેટલ પટેલ અને પાયલોટ પ્રજ્ઞેશ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપની માં PSP પ્રોડક્ટ ની CEP સફળતા પૂર્વક મેળવ્યા બાદ અવિક ફાર્માસ્યૂટીકલ કંપનીમાં ખુશીનો માહોલ છવાયો છે એની ખુશીમાં અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા PSP CEP -CUP ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનું નક્કી કર્યું હતું આથી PSP –CUP -2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 16/03/2025 રવિવાર ના રોજે છરવાડા ક્રિકેટ ગ્રાઉંડ વાપી ખાતે કરવામાં આવ્યું હતું
જેમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ ચાર Playing XI ની ટીમ બનાવવામાં આવી હતી જે ટીમના નામ આ પ્રમાણે હતા Team-1 – THUNDER-XI ( કેપ્ટન – Mr. Akshay Buchande ) Team – 2 – Royal Rangers – XI ( કેપ્ટન – Mr. Vimal Patel) Team – 3 Unity Warriors- ( કેપ્ટન – Mr. Aman Verma ) , Team-4 Shiv Shakti XI ( કેપ્ટન – Mr. Pragnesh Tandel) આ ચારો ટીમના યુવા ખેલાડીઓ તેમજ arrangement committee તારીખ 16/03/2025 રવિવાર ના રોજ સવારે 9.00 વાગ્યે ક્રિકેટ ગ્રાઉંડ ઉપર ભેગા થયા હતા ત્યાર બાદ ક્રિકેટ ગ્રાઉંડ ની પિચ ઉપર Dr. Abhaykumar Chheda, Arrangement committee અને ચારે ટીમ ના યુવા ખેલાડીઓ લાઇન માં ઊભા રહીને રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યુ હતું
અને સાથે કંપની ના પ્લાન્ટ હેડ દ્વારા ક્રિકેટ ટૂર્નામેંટ ની શરૂઆત કરવામાં આવી હતી ચારે ટીમ ને A,B,C અને D તરીકે વિભાજિત કરવામાં આવી હતી પ્રથમ મેચ ટીમ- Royal Rangers XI અને ટીમ THUNDER XI સાથે 6 ઓવરનો મુકાબલો થયો હતો જેમાં ટીમ THUNDER XI ની ટિમ ની જીત થયી હતી બીજી મેચ ટીમ Unity Warriors અને Shiv Shakti XI વચ્ચે 6 ઓવરનો મુકાબલો થયો હતો જેમાં Shiv Shakti ટીમ ની જીત થયી હતી ત્રીજી ક્રિકેટ મેચ Unity Warriors અને Thunder XI વચ્ચે મુકાબલો થયો હતો જેમાં Thunder XI ને જીત મળી હતી અને ચોથી ટિમ Royal Rangers અને Shiv Shakti XI વચ્ચે મુકાબલો થયો હતો તેમાં Royal Rangers ને જીત હાસિલ થયી હતી અને પાંચમી મેચ Unity Warriors અને Royal Rangers વચ્ચે મુકાબલો થયો હતો તેમાં ટીમ Unity Warriors ટિમ ની જીત થયી હતી અને છઠ્ઠી મેચ Thunder XI અને Shiv Shakti XI જેમાં Thunder XI ની ટીમ જીતી હતી આમ Thunder XI 3 વાર મેચ જીતી હતી અને સીધી ફાઇનલ માં જતી રહી હતી સાથે સાથે બપોરનું ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ જીતેલ ટીમ ના પોઈન્ટ હિસાબે સુપર ઓવર મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમ Royal Rangers ,Unity Warriors અને Shiv Shakti વચ્ચે ચિઠ્ઠી ઉપાડ દ્વારા વિભાજિત કરવામાં આવી હતી જેમાં ટીમ Shiv Shakti ને બાય મળી સીધો સેમી ફાઇનલ માં જવાનો મોકો મળી ગયો હતો અને ટીમ Royal Rangers અને Unity Warriors વચ્ચે 1 સુપર ઓવર મુકાબલો થયો હતો તેમાં ટિમ Royal Rangers ટિમ ની જીત થયી હતી ત્યાર બાદ મેચ સેમી ફાઇનલ મેચ Royal Rangers અને Shiv Shakti XI ટીમ વચ્ચે જબરજસ્ત મુકાબલો થયો હતો તેમાં પણ ટીમ Royal Rangers નો વિજય મેળવી ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો આ બંને સુપર ઓવર વાડી મેચ ખુબજ રોમાંચક હતી અંતે ફાઇનલ મેચ Royal Rangers અને Thunder XI વચ્ચે મુકાબલો થયો હતો જેમાં Royal Rangers ટોસ જીતી પ્રથમ બેટિંગ માં ટોટલ 92 ફટકાર્યા હતા જેમાં બે યુવા ખિલાડી મિ. શુશીલ ધોડિ અને મિ. સુનિલ હળપતિ દ્વારા કરવામાં આવ્યા હતા અને ટીમ Thunder XI દ્વારા પણ 67 જેટલા રન કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ ટિમ Royal Rangers નો ભવ્ય વિજય થયો હતો અંતે PSP CEP – CUP Trophy વિતરણમાં Best Bowler તરીકે Mr. Krunal Halpati, ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારબાદ Best Batsmen તરીકે Mr. Sushil Dhodi એમને પણ Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ Man of the Series તરીકે Mr Sunil Halpati એ મુખ્ય ભૂમિકા ભજવી હતી જેથી એમેને Man of the Series ની ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા અને Man of the Match તરીકે Mr. Sagar Rathod, Mr. Shushil Dhodi, Mr. Pratik Patel , Mr. Akshay Buchande, Mr. Nishant Patel અને Mr. Ajay Dhodi ઓને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા સાથે સાથે મહિલા પ્લેયર તરીકે Ms. Snehal Dhodi એ સારો ભાગ ભજવ્યો હતો તેથી એમેને પણ Female Player Trophy આપી સન્માનીત કરવામાં આવી હતી ત્યાર બાદ Runner’s –up તરીકે Thunder XI ટીમ ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા અંતે ફાઇનલ વિજેતા તરીકે Royal Rangers ને ખુબજ માન સન્માન થી Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા આ ચારે ટીમે ખુબજ સારી રીતે પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ બધા યુવા ખેલાડીઓ ઉત્સાહભર્યા હતા અને તેઓએ ચુસ્તપણે ક્રિકેટ ના બધા નિયમોનું પાલન કર્યું હતું આ સાથે બધા યુવા ખેલાડીઓને પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda દ્વારા ખુબજ અભિવાદન આપવામાં આવ્યા હતા
દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો, આરોગ્ય સાથે મહિલાઓને ટ્રાફિક નિયમો અંગે પણ કર્યા જાગૃત
સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત “નિમાયા ગ્રેટ રન-2025” નું આયોજન કર્યું હતું. આ દોડમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 9 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. રેસમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
VIP રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ, ડીસીપી ટ્રાફિક અમીતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.
વલસાડ ઢોડિયા સમાજ ભવન ખાતે પ્રમુખ સુમન કેદારીયા,વલસાડના વકીલ કેયુર પટેલ અને રણભૂમિના કાર્યકર્તાઓ,મયુર પટેલ અને આદિવાસી સંઘના કાર્યકર્તાઓ,અનિલ પટેલ,પરેશ પટેલ,ગુંદલાવ સરપંચ નીતિન પટેલ,ધમડાચી સરપંચપતિ નિલેશ પટેલ,બિપિનભાઈ પટેલ,ધર્મેશ નાયકા,ખેડૂત સમાજ અગ્રણી ભગુભાઈ પટેલ,નગરસેવક અમિષ પટેલ,શૈલેષભાઇ પટેલ,સુનિલભાઈ કુંકણા વગેરેની ટીમે કાર્યક્રમમાં અતિથિ તરીકે સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ ગરાસિયા,ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,યુવા ટાઇગર સેના અઘ્યક્ષ મનીષ શેઠ,કુંકણા સમાજ પ્રમુખ નાનુભાઈ,વલસાડ નગરસેવક રાજુભાઈ મરચા,નાયકા સમાજ પ્રમુખ તુષારભાઈ,માહ્યાવંશી સમાજ અગ્રણી દિનેશભાઇ કોશિયા,ડો.પ્રતિક પટેલ,કમલેશ પટેલ,ડો.હેમંત પટેલ,નીતાબેન પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે 328 જેટલાં સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સમાજ અને રાષ્ટ્રના હિત માટે પક્ષ-પાર્ટી- ધર્મ-પેટાજ્ઞાતિ વગેરે તમામ વસ્તુઓ ભૂલી એક થવાની હાકલ કરી હતી અને સમાજના તેજસ્વી તારલાઓને સધીયારો આપતાં જણાવેલ કે તમે રાતદિવસ ખંતપૂર્વક મહેનત કરો,સમાજના આગેવાનો હંમેશા તમારી સાથે અને તમારા પડખે ઉભા છે.આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેતા આયોજકોએ ભવિષ્યમાં સંગઠન મજબૂત બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ડૉ. રોહન પટેલ – રોબોટિક સર્જન અને યુરો-ઓન્કોલોજીસ્ટ, અમદાવાદ
અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દી પર 6 કલાકની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જે ઉન્નત કેન્સર સારવારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ. દર્દીને મૂત્રાશયમાં બે અલગ-અલગ પ્રકારના દુર્લભ કેન્સર— લિયોમાયોસારકોમા (Leiomyosarcoma) અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા (TCC)— હતાં, જેનો ઈલાજ આ સર્જરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો.
સીનીયર યુરો-ઓન્કોલોજીસ્ટ અને અમદાવાદના જાણીતા રોબોટિક સર્જન ડૉ. રોહન પટેલ, જેઓ આ જટિલ સર્જરીના નેતા હતા, એમણે કહ્યું, “અમારી જાણકારી અનુસાર, ભારતમાં આ પહેલીવાર નોંધાયું છે કે મૂત્રાશયમાં એકસાથે બે જુદા-જુદા કેન્સરના પ્રકાર જોવા મળ્યા છે. સામાન્ય રીતે, મૂત્રાશયમાં કેન્સર યુરોથેલિયલ કેન્સરના પ્રકારના હોય છે. વિશ્વભરમાં આવા 15 કરતા પણ ઓછા કેસ નોંધાયેલા છે, જ્યાં દર્દીમાં એક સાથે બે પ્રકારના મૂત્રાશય કેન્સર વિકસતા જોવા મળ્યા હોય.”
ડૉ. પટેલે વધુમાં જણાવ્યું કે લિયોમાયોસારકોમા એક અત્યંત દુર્લભ કેન્સર છે, જે 1% કરતા પણ ઓછા મૂત્રાશય કેન્સરના કેસમાં જોવા મળે છે અને મોટાભાગે તેનું ભવિષ્ય ખરાબ હોય છે.
કેવી રીતે આ કેન્સર પોહંચ્યું અને સારવાર કેવી રીતે કરવામાં આવી?
દર્દી જ્યારે પ્રથમ વખત હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેને હેમેચુરિયા (મૂત્રમાં લોહી આવવું)ની સમસ્યા હતી. ત્યારબાદ CT સ્કેન દ્વારા મૂત્રાશયમાં ટ્યુમર હોવાનું સામે આવ્યું. દર્દીને અગાઉ પેટની સર્જરી થઈ હોવાને કારણે સર્જરી વધુ મુશ્કેલ બની, કેમ કે આ સ્થિતિએ આંતરડાંમાં ચિપકાવ (Adhesions) ઉત્પન્ન કર્યા હતા.
• પહેલેથી જ આવેલા ચિપકાવને સંયમપૂર્વક હટાવવામાં આવ્યા, જેથી આંતરડાને નુકસાન ન થાય.
• સમગ્ર મૂત્રાશયને દૂર કરી, દર્દીની આંતડીઓના એક ભાગમાંથી નવો મૂત્રાશય (નિયોબ્લેડર) બનાવવામાં આવ્યો.
• નવો મૂત્રાશય મૂત્રમાર્ગ સાથે જોડવામાં આવ્યો, જેથી દર્દી સામાન્ય રીતે મૂત્ર ત્યાગ કરી શકે.
સફળ સર્જરી પછી માત્ર 7 દિવસમાં દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ
સફળ સર્જરી પછી, ડૉ. રોહન પટેલે જણાવ્યું કે, “આ અમારાં માટે એક દુર્લભ અને ચુસ્ત ધ્યાન માંગી લેતો કેસ હતો. રોબોટિક સર્જરીએ અમને વધારે ચોકસાઈ, ઓછી જટિલતાઓ અને ઝડપી રીકવરી સુનિશ્ચિત કરવામાં મદદ કરી.”
સર્જરી પછી દર્દી ઝડપથી સાજો થયો અને માત્ર 7 દિવસમાં હોસ્પિટલમાંથી રજા અપાઈ.
અમદાવાદમાં રોબોટિક સર્જરીની ઉન્નતિ
આ સફળતા સાબિત કરે છે કે રોબોટિક સર્જરી દુર્લભ કેન્સરના કેસમાં અત્યંત અસરકારક છે. અમદાવાદે હવે અદ્યતન તબીબી સેવાઓ માટે પોતાનું સ્થાન બનાવ્યું છે, અને આ કેસ ભવિષ્યમાં વધુ રોબોટિક સર્જરી માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.
ડૉ. રોહન પટેલ વિશે
ડૉ. રોહન પટેલ – રોબોટિક સર્જન અને યુરો-ઓન્કોલોજીસ્ટ, અમદાવાદ
ડૉ. રોહન પટેલ અમદાવાદના પ્રખ્યાત યુરો-ઓન્કોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ છે. તેઓએ કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનૌમાંથી M.Ch. (યુરોલોજી) પૂર્ણ કર્યું છે. તેઓ ભારતના થોડાક પસંદગીના યુરોલોજિસ્ટ્સમાંના એક છે, જેમને યુરોલોજિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (USI) તરફથી પ્રતિષ્ઠિત યુએસએ ટ્રાવેલિંગ ફેલોશીપ પ્રાપ્ત થઈ છે.
તેમણે મણિપાલ હોસ્પિટલ, બેંગલુરુમાં રોબોટિક સર્જરી ફેલોશીપ પૂર્ણ કરી છે અને ત્યારબાદ મેદાંતા – ધ મેડિસિટી, ગુરુગ્રામ ખાતે વત્તિકુટી રોબોટિક યુરોલોજી અને રીનલ ટ્રાન્સપ્લાન્ટેશન ફેલોશીપ મેળવી છે.
તેઓ ખાસ કરીને યુરો-ઓન્કોલોજીમાં નિષ્ણાત છે અને પ્રોસ્ટેટ, કિડની અને મૂત્રાશયના જટિલ કેન્સરના ઈલાજ માટે રોબોટિક, ઓપન અને લેપેરોસ્કોપિક સર્જરી કરવામાં કુશળ છે.
આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ, વાપી અંતર્ગત એફ. વાય. બી. કોમ સેમ 1 ના વિદ્યાર્થીઓએ 2024-25માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
પ્રથમ ક્રમે આવનાર પટેલ કૃતિકા દિલીપભાઈ (7.82 SGPA),
અને ત્રીજા ક્રમે ઠાકોર રશ્મિ ગોપાલભાઈ (7.64 SGPA) એ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતામાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર્સ નું મહત્વનું યોગદાન રહ્યું છે.આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ બી. કોમ ગુજરાતી વિભાગના હેડ ચિત્રા શેઠ દેસાઈ તથા કોલેજ ના ઇન્ચાર્જ આચાર્ય ડો. શીતલ ગાંધીની મહત્વની ભૂમિકા રહી છે. સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ સંસ્થાના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ.મિત્તલ શાહ તેમજ સર્વ પ્રાધ્યાપકોએ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના આદ્ય સ્થાપક સ્વ શ્રી રમણલાલ કુંવરજી દેસાઈની 94th જન્મ તિથિ નિમિત્તે સમાજ ઉપયોગી કાર્યના હેતુ સર “રક્ત દાન”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.”રક્તદાન થી એક નવું જીવન” તથા “રક્તદાન એ મહાદાન” આ વિચારોને પ્રત્યક્ષ કાર્યાન્વિત કરવા માટે આર.કે.દેસાઈ શૈક્ષણિક સંકુલ વર્ષ ૨૦૦૫ થી દર વર્ષે ૩ ફેબ્રઆરીના રોજ વિદ્યાર્થીઓ તથા સમાજના લોકોમાં રક્ત દાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. આ રક્ત દાન શિબિર વાપીની લાયન્સ બ્લડ સેન્ટરની સહકાર થી આયોજિત થઈ હતી. રક્ત દાન શિબિરમાં કોલેજના પ્રાધ્યાપકો
,વિદ્યાર્થીઓ, વાપી વિસ્તારના અગ્રણી દાતાઓ દ્રારા ૬૫ બોટલ રક્ત દાન કરવામાં આવ્યું હતું.સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ, આચાર્યો, મહેમાન શ્રીઓ દ્વારા રક્ત દાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાન તરીકે ફાયનાન્સ, એનર્જી અને પેટ્રોકેમિકલ ના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ કલેકટર શ્રી નૈમેશ દવે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચેરમેન શ્રી મિલન દેસાઈ અને કમલ દેસાઈએ મુખ્ય અતિથિને શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું . કાર્યક્રમનું સંચાલન ડો.પ્રિન્સી ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે ચેરમેન શ્રી મિલન દેસાઈ, શ્રી કમલ દેસાઈ, ધર્માંગ દેસાઈ, અમિત દેસાઈ, કેમ્પસ ડાઇરેક્ટર ડો મિત્તલ શાહ , કોલેજના આચાર્યો ડો પ્રિતિ ચૌહાણ, ડો શીતલ ગાંધી, પ્રો. સુરભી ચૌધરી તથા કોલેજ પરિવારે રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવાર ગઈ કાલે બપોર થી ગુમ થઈ જતાં પરિજનો ચિંતા માં મુકાયા
સંદીપ ભાઈ રણજીત ભાઈ ગુમ થયા કે કોઈ અપહરણ કરી ગયુ કે પછી કોંગ્રેસ નો સ્ટટ ? સમગ્ર ઘટના નગરમાં ચર્ચા નો વિષય બન્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં યોજાનાર છે ત્યારે ધર્મ નગરપાલિકાના માટે છ જેટલા વોર્ડ માટે અનેક ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે વોર્ડ નંબર ત્રણમાં ઊભેલા ઉમેદવાર પૈકી કોંગ્રેસના સંદીપભાઈ રણજીતભાઈ ડભાડીયા ગઈકાલે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ જતા સમગ્ર બાબત રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે તેઓના પરિવારજનો હાલ તો ચિંતામાં મુકાયા છે
વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર સંદીપભાઈ રણજીતભાઈ ડભાડીયા ગઈકાલે બપોરે 2:00 વાગે પોતાના ઘરેથી નીકળી કોંગ્રેસ કાર્યાલય ઉપર આયોજિત કરવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં આવવા માટે નીકળ્યા હતા ઘરેથી નીકળ્યા બાદ તેઓ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા નહીં તે રાત્રી દરમિયાન પણ પોતે ઘરે ન પરત ફરતા પરિવારજનોએ સમગ્ર બાબતની જાણકારી કોંગ્રેસના સભ્યો તેમ જ આસપાસ ના પાડોશી અને કરી હતી. જે બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો નહીં જેને લઈને હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે આ રાજકીય દાવ પેજ હોઈ શકે છે કારણ કે વોર્ડ નંબર ત્રણમાં બિલ્ડર લોબી સક્રિય છે જેને લઇને પોતાના માનનીતા ઉમેદવારને વિજય બનાવવા માટે કોંગ્રેસના ઉમેદવારને ગુમ કરી દેવામાં આવ્યો હોવાનું પરિવારજનો તેમજ કોંગ્રેસીઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હાલ તો હકીકત શું છે એ તો ઉમેદવાર પરત ફરે ત્યારે જ ખબર પડશે પરંતુ એક વાત અહીં ચોક્કસ છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પણ રાજકીય દાવપેચો હાલ ચરમ સીમાએ પહોંચ્યા છે
વાપી સ્થિત આર.કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ અદાણી થર્મલ પ્લાન્ટ સ્ટેશન , દહાણુ ની મુલાકાત લીધી. ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ વાપી સ્થિત આર. કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના છેલ્લા વરસના બીબીએ, બીકોમ અને એમકોમના વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ, પ્રોડક્શન અને મેનેજમેન્ટ સ્કિલ વિકસાવવાના હેતુસર દાણું ખાતે આવેલ અદાણી થર્મલ પ્લાન્ટ સ્ટેશનની મુલાકાત લીધી હતી. કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સંતોષ સહદયો પેડનેકરે બાળકોને પ્લાન્ટની મુલાકાત કરાવી અને વિવિધ મોડલો દ્વારા વીજ ઉત્પાદનના સમગ્ર પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન સાથે જ્ઞાન આપ્યું. આ સાથે જ કંપનીના વિવિધ ડિપાર્ટમેન્ટની મુલાકાત કરાવી તેની કામગીરી અંગે સરળ શૈલીમાં વિસ્તૃત વર્ણન દ્વારા બાળકોમાં ટેક્નિકલ સાથે સાથે પ્રોડક્શન કૌશલ્ય ઉજાગર કર્યું હતું.
પ્રોજેક્ટ ઉડાન કોઓર્ડિનેટર નરેશ ચિલુકાનું સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ જ્ઞાનરૂપી મુલાકાતનું આયોજન બીબીએ વિભાગના હેડ ડો. પ્રિન્સી ઠાકુર, બીકોમ અંગ્રેજી માધ્યમ ના હેડ ડો. અમિત સોનવણે તથા પ્રો. સોફિયા મોઝેસ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત પ્લાન્ટ મુલાકાતનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ અને ઇન્ચાર્જ આચાર્ય ડૉ. શીતલ ગાંધી તેમજ સમગ્ર અધ્યાપક ગણે અભિનંદન પાઠવ્યા હતા.