[ad_1]
– રાજસ્થાની પરિવારની યુવતીને આદિલ રાણાએ પ્રેમજાળમાં ફસાવી
– વધુ પૈસા માંગતા યુવાનને યુવતીએ પૈસા માંગશે તો વાત નહીં કરીશ કહેતા મારી નાંખવાની ધમકી આપી : આદિલને જેલભેગો કરાયો
સુરત, : સુરતના પરવત ગામ વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીંબાયતના યુવાને અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂ.40 હજાર પડાવ્યા હતા.ત્યાર બાદ પણ વધુ પૈસા માંગતા યુવાનને યુવતીએ પૈસા માંગશે તો વાત નહીં કરીશ કહેતા મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પરવત ગામ વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની યુવતી સીમા ( ઉ.વ.21, નામ બદલ્યું છે ) એફ.વાય.બી.કોમમાં અભ્યાસ કરે છે. તે ધો.10 માં અભ્યાસ કરતી હતી ત્યારે ડુંભાલ ખાતે ટ્યુશન જતી હતી ત્યાં લીંબાયતનો આદીલ શરીફ રાણા સાથે અભ્યાસ કરતો હતો. તેની સાથે અભ્યાસ અંગે અવારનવાર વાત થતી હતી. દરમિયાન, ધો.12 પછી ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવનાર સીમાને એક વર્ષ અગાઉ આદીલે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતા સીમાએ સ્વીકારી હતી. બાદમાં બંને વાત કરતા હતા અને પ્રેમ પણ થયો હતો. ફોન પર વાત કર્યા બાદ બંને અવારનવાર મળતા પણ હતા ત્યારે આદીલ કાર લઈ આવતો હતો.
એક વખત કારમાં સાથે બેસી આદીલે સીમા સાથેનો ફોટો પાડયો હતો. થોડા દિવસ બાદ બંને ફરી કારમાં બેઠા હતા ત્યારે આદીલે સીમાને બળજબરીથી અડપલાં કરી કીસ પણ કરી હતી. થોડા દિવસ પછી આદીલે સીમાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી પૈસાની માંગણી કરતા સીમાએ ઘરેથી રૂ.5 હજાર ચોરીને તેને આપ્યા હતા. ત્યાર બાદ તે અવારનવાર પૈસા માંગવા લાગ્યો હતો. સીમાએ પૈસા નથી તેમ કહ્યું તો આદીલે કુછ ભી કર પૈસા તો દેના હી પડેંગા, વરના તેરેકો દિક્કત હોગી, જાનતી હૈ ના તેરા ફોટો મેરે પાસ હૈ તેવી ધમકી આપતા સીમાએ ફરી ઘરમાં ચોરી કરી રૂ.35 હજાર તેને આપ્યા હતા. ત્યાર બાદ આદીલે ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી ચાલુ રાખી હતી.
ચાર દિવસ અગાઉ આદીલે સીમાને ફરી ઈન્સટાગ્રામ પર મેસેજ કર્યો હતો કે આપકો પૈસા કરના હી પડેગા, ઈસબાર મેં કીસીકા નહીં સુનૂંગા.કિસીકી મરજી નહીં ચલેંગી. સીમાએ પૈસા આપવાની ના પાડી તું પૈસા નહીં માંગ નહીં તો હું વાત નહીં કરીશ તેમ કહેતા આદીલે તું બાત નહીં કરેંગી તો જાનસે માર દૂંગા તેવી ધમકી આપતા ગભરાયેલી સીમાએ પિતાને બધી વાત કરી હતી. બાદમાં સીમાએ ગત ગુરુવારે રાત્રે આદીલ વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં છેડતી અને ધાકધમકી આપી પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હોટલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ હાલ આઈઇએલટીએસનો અભ્યાસ કરતા આદીલની ધરપકડ કરી છે.
[ad_2]
Source link