વડોદરા કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવા વાર્ષિક ઈજારાની રકમમાં વધારો

0
410

[ad_1]

વડોદરા, 17 માર્ચ 2022

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં માનીતા ઈજારદારો ને રસ્તા, પેવર બ્લોક ડિવાઈડર ફૂટપાથ ના વાર્ષિક ઈજારાની રકમ બમણી કરવામાં આવી છે જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતાં વિવાદ સર્જાયો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવાની ચાલતી ગેરરીતિઓ ખુલ્લી પડી રહી છે જેમાં તાજેતરમાં સ્થાયી સમિતિમાં પૂર્વ ઝોનમાં કાચા પાકા રસ્તા તેમજ ડિવાઈડર ફૂટપાથ તેમજ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામો અંગે દરખાસ્ત રજૂ થઈ છે આ દરખાસ્ત પૈકી કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી રૂ. 2.50 કરોડની મર્યાદામાં કાચા પાકા રસ્તા કરાવવા મેસર્સ ઓડેદરા construction અગાઉ રૂપિયા ૧.૨૫ કરોડના કામો કરવાનું નક્કી કર્યું હતું તેમાં તેઓ નો કોન્ટ્રાક્ટ તારીખ 15 /12/ 2021 ના રોજ પૂર્ણ થયેલો છે તે પછી રોડ પ્રોજેક્ટ શાખા માટે પૂર્વ ઝોન વિસ્તારમાં કાચા-પાકા રસ્તા કરી કાર્પેટ એસી લિક્વિડ ડિવાઈડર તથા footpath તેમજ વરસાદી ગટર ના કામના નવીન વાર્ષિક ઈજારો અંદાજીત ભાવ કરતાં 8.90% વધુ થી ટેન્ડર આવ્યા હતા જે બાદ પૂર્વ ઝોન માં કાચા પાકા રસ્તા કરવા નો હાલ નો વાર્ષિક ઈજારોઅંદાજીત ભાવ કરતાં ૪૦.૧૭ ટકા ઓછા નો છે જેથી કોર્પોરેશનને તેમાં ફાયદો થાય તેમ છે ત્યારે મે. ઓડેદરા કન્સ્ટ્રકશન પાસે કાચા પાકા રસ્તા કરવાના કામમાં નાણાકીય મર્યાદા રૂપિયા ૨.૫૦ કરોડ હતી તેમાં ૧.૨૫ કરોડ વધારીને રૂપિયા ૩.૭૫ કરોડ કરવા દરખાસ્ત રજૂ થઈ છે.

એ જ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં અગાઉ ડિવાઈડર ફૂટપાથ તેમજ કરવાના કામમાં જય એન્ટરપ્રાઈઝના અંદાજિત ભાવથી 28.6 ટકા ઓછા ભાવના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા જેની મુદત તારીખ 29/ 9/ 2022 ના રોજ પૂરી થઈ ગઈ છે ત્યારે 15 મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ પૂર્વ વિસ્તારમાં રૂપિયા ૩.૩૦ કરોડના કામ કરવાના થાય છે ત્યારે નવીન ઇજારો 8.90 ટકા વધુ યુનિટ રેટથી આવ્યો છે ક્યારે 28 5 88 ટકા ઓછા ભાવ થી mrs જય એન્ટરપ્રાઇઝ પાસે ડિવાઈડર footpath તેમજ પેવર બ્લોક થી કરવાના કામો નો વાર્ષિક ઈજારા ની નાણાકીય મર્યાદા રૂપિયા 3.50 કરોડની હતી તે વધારે રૂપિયા 6.80 કરોડ કરવા અંગે દરખાસ્તમાં જણાવાયું છે.

આમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરને વાર્ષિક ઇજારા માં ફાયદો કરી આપવા માટે વધારાની રકમ ફાળવવાની દરખાસ્તથી વિવાદ સર્જાયો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here