બરવાળામાં અબોલ પશુ ભરીને જતા 2 આઈસર સાથે 4 ઝબ્બે

0
462

[ad_1]

– પોલીસને જોઈ વાહન હંકારી મુક્યું, પોલીસે ફિલ્મીઢબે પીછો કર્યો

– ગઢડા અને બોટાદના શખ્સો ઉમરાળાથી ૧૫ મૂકપશુને ભરી કતલખાને લઈ જવાઈ રહ્યા હતા

ભાવનગર : ઉમરાળાથી મૂકપશુને બે આઈસર ટેમ્પોમાં ભરી કતલખાને લઈ જવાઈ રહ્યા હતા. ત્યારે બોટાદ અને બરવાળા પોલીસે બન્ને વાહનનો ફિલ્મીઢબે પીછો કરી ચાર શખ્સને ઝબ્બે કરી ૧૫ પશુના જીવ બચાવી લીધા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરાળા ગામેથી મધરાત્રિના સુમારે આઈસર નં.જીજે.૦૪.એક્સ.૬૯૦૯ અને જીજે.૦૪.એક્સ.૫૮૯૦માં અબોલ જીવ ભેંસને ભરીને કતલખાને લઈ જવાઈ રહી હોવાની વર્ધી બોટાદ પોલીસ કંટ્રોલને મળી હતી. જેના આધારે બોટાદ પોલીસના સ્ટફો બરવાળા-ભાવનગર હાઈવે, કેરિયાઢાળ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવતા રાત્રિના ૧૧-૦૫ કલાકના અરસામાં ઉપરોક્ત નંબર વાળા બન્ને આઈસર ટેમ્પા ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ બન્ને વાહનના ચાલકે આઈસર હંકારી મુકતા તેનો ફિલ્મીઢબે પીછો કરી આ અંગેની જાણ બરવાળા પોલીસને કરાઈ હતી. જેથી બરવાળા પોલીસે બરવાળા સ્થિત હોટલ રાજભવન ખાતે દોડી જઈ બન્ને આઈસરને ઉભી રખાવી તેમાં તલાશી લેતા અંદરથી ઘાસચારા કે પાણીની સગવડ રાખ્યા વિના કતલખાને લઈ જવાઈ રહ્યાની શંકા સાથે ૧૫ ભેંસ-પાડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલત મળી આવ્યા હતા. જેથી પોલીસે અબોલ જીવ, બન્ને આઈસર વાહન સાથે સુલેમાન હાજીભાઈ લખાણી (રહે, કુંભાર શેરી, ગઢડા), સાજીદ ઈસ્માઈલભાઈ સર્વદી (રહે, ખોજાવાડી, બોટાદ), ઈદ્રીશ હબીબભાઈ કુરેશી અને વાહિદ ગનીભાઈ તરકવાડિયા (રહે, બન્ને સામાકાંઠા, ગઢડા)ને ઝડપી પાડી ચારેય શખ્સ સામે પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ અને એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ બોટાદ પોલીસના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ડાભીએ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here