[ad_1]
જામનગર, તા.09 માર્ચ 2022
હોળી-ધૂળેટીના પર્વ નજીક આવી રહ્યા છે, ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશજીની સન્મુખ ફૂલડોલ ઉત્સવ (હોળી મહોત્સવ) ઉજવવાનો એક અનેરો જ લ્હાવો હોય છે. ગુજરાતના અલગ-અલગ શહેરો, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દેવભૂમિ-દ્વારકા સ્થિત દ્વારકાધીશજીના મંદિર જઈ રહ્યા છે.
આ વર્ષે કોરોના મહામારીનો કહેર પણ નહિવત થઈ ગયો છે, ત્યારે આ વર્ષે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી પણ આશા છે. ત્યારે રસ્તાઓમાં પદયાત્રીઓ માટે અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી લોકો દ્વારા આ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓની પણ સેવાઓ કરવામાં આવે છે. જે માટેના 24 કલાક કેમ્પો ધમધમી રહ્યા છે.
ઉપરોકત કેમ્પોમાં મેડીકલ, ચા-નાસ્તા, બપોરે તેમજ રાત્રે પ્રસાદ રસ્તાઓમાં સરબત-છાશ, પાણી, આઈસ્ક્રીમ સહીતની ખાણી-પીણી વસ્તુઓની લોકો સેવા કરી રહ્યા છે. થોડા જ દિવસો ફૂલડોલ ઉત્સવને બાકી રહ્યા હોય જામનગરના પણ અસંખ્ય પદયાત્રી સંઘો દ્વારકા તરફ જઈ રહ્યા છે. ફૂલડોલ ઉત્સવ દ્વારકામાં મનાવવો એ એક લ્હાવો માનવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોના મહામારીનો કહેર ઓછો થઈ ગયો હોય અને તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હોય ત્યારે દ્વારકામાં વેપારીઓને પણ આ વર્ષે હોળી-ધૂળેટીના તહેવારમાં સારા ધંધા-વ્યાપારની આશા જાગી છે. હોટલો-રેસ્ટોરન્ટના સંચાલકોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-બે વર્ષ થી વ્યાપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હોય ત્યારે આ વર્ષે દ્વારકાધીશે કૃપા વરસાવી હોય તેમ બધી છૂટછાટો અપાવી છે. ઉપરોક્ત તસ્વીરોમાં પગપાળા જઈ રહેલા યાત્રાળુઓ તેમજ કેમ્પોમાં કૃષ્ણના ગીતો ઉપર જુમી રહેલા યાત્રીકો તેમજ કેમ્પો દૃશ્યમાન થાય છે.
[ad_2]
Source link