[ad_1]
વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ વર્ષે સરકારી પ્રાથમિક સ્કૂલોની સાથે સાથે ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં પણ ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે અને એક સરખા ટાઈમ ટેબલ પ્રમાણે લેવાનો નિર્ણય કર્યો છે.જેના પગલે વડોદરા શહેરની ૪૦૦ કરતા વધારે સ્કૂલોમાં પહેલી વખત ધો.૩ થી ૮ના હજારો વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની જેમ એક સરખા ટાઈમ ટેબલ સાથે પરીક્ષા આપશે.
મળતી વિગતો પ્રમાણે ૧૮ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી સ્કૂલોએ પરીક્ષા લેવાની રહેશે.પરીક્ષા માટે ધો.ત્રણ થી પાંચનો સમય સવારે ૮ થી ૧૦ અને ધો.૬ થી ૮નો સમય સવારે ૮થી ૧૧નો રહેશે.ધો. ૬ થી ૮માં ૮૦ માર્કની અને ધો.૩ થી પાંચમાં ૪૦ માર્કની પરીક્ષા લેવામાં આવસે.
પરીક્ષા અંગેના શિક્ષણ વિભાગના પરિપત્રને ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને મોકલી આપવામાં આવ્યો છે.જે પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો, જિલ્લા પંચાયતની સ્કૂલો અને ખાનગી પ્રાથમિક સ્કૂલોના ગુજરાતી( ફર્સ્ટ લેન્ગવેજ), ગણિત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન, પર્યાવરણ વિષયના પેપર પણ એક જ રહેશે.
આ પેપરો ગાંધીનગરથી દરેક જિલ્લાના નોડલ ઓફિસરને મોકલવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી સ્કૂલોને તેનુ વિતરણ કરવામાં આવશે.આ સિવાયના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની જાતે લઈ શકશે.જોકે સરકારી સ્કૂલોમાં તમામ વિષયોની પરીક્ષા શિક્ષણ વિભાગના ટાઈમ ટેબલ પ્રમાણે જ લેવામાં આવશે.બોર્ડની ગાઈડ લાઈન પ્રમાણે ધો.૩ અને ચારના વિદ્યાર્થીઓએ પેપરમાં જ જવાબો લખવાના રહેશે ને ધો.૫ થી ૮ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં પેનથી જવાબો લખવાના રહેશે.શૈક્ષણિક સૂત્રોનુ કહેવુ છે કે, પહેલી વખત એવુ બની રહ્યુ છે કે, સરકારની સાથે સાથે ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં પણ એક જ સરખા ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે.
[ad_2]
Source link