[ad_1]
બાયડ, તા. 11
બાયડ તાલુકાના અલવા ગામની સીમમાં સૂચિત કેમિકલ કમ્પિંગ સાઈટ
સામે વિરોધ ઉગ્ર બનતો જાય છે ત્યારે આગામી ૨૮મીએ યોજાનાર લોક સુનાવણી રદ કરવા બાયડના પૂર્વ ધારાસભ્યએ ગુજરાત પ્રદુષણ
કંટ્રોલ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં જોખમી
પ્રોજેક્ટ સામે જોરશોરથી વિરોધ વંટોળ શરૂ થયો છે.
બાયડ તાલુકાના અલવા ગામની હદમાં નવરત્ન સ્ટોન ઈન્ડસ્ટ્રીઝની
સર્વે નં. ૧૨૫/૧, ૧૨૫/૨, ૧૨૫/૩ની
જમીનમાં મેસર્સ નરોડા એન્વાયારી પ્રોજેક્ટ લિમિટેડ કંપનીએ કેમિકલ કમ્પીંગ સાઈટ
બનાવવાનો નિર્ણય કર્યો છે. આ જોખમી સાઈટથી આ વિસ્તારના ખેડૂતો, પશુ-પંખીઓ અને વાત્રક નદીને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ મામલે ગ્રામ
પંચાયત અને બાયડ અને ધનસુરા તાલુકાના ગામોના લોકોએ સખત વિરોધ નોંધાવ્યો છે અને
હાલમાં પણ વાત્રક અને પર્યાવરણને બચાવવા માટે લોકોને જાગૃત કરવા ગ્રામ વિસ્તારોમાં
પત્રિકા ફરતી થઈ છે અને પ્રોજેક્ટ સામે વિરોધ વંટોળ ઉગ્ર બન્યો છે.
આ ઉપરાંત બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા જોખમી
પ્રોજેક્ટના સમર્થનમાં આગામી તા. ૨૮મી જાન્યુઆરીએ યોજાનારી લોક સુનાવણી રદ કરવા માટે
ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે.
[ad_2]
Source link