ઈન સર્વિસ ડોક્ટરો માટે હવે પીજી ડિગ્રી પ્રવેશમાં ૧૦ ટકા બેઠક અનામત

0
171

[ad_1]

અમદાવાદ,

ઈન સર્વિસ
ડોક્ટરો માટે હવે પીજી મેડિકલમાં ડિપ્લોમા ઉપરાંત ડિગ્રી (એમડી-એમએસ)માં પણ પ્રવેશ
માટે ૧૦ ટકા બેઠકો અનામત રહેશે.ઈન સર્વિસ ડોક્ટરોની રજૂઆતોને પગલે આજે રાજ્ય
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિધિવત ઠરાવ કરવામા આવ્યો છે. જે મુજબ આગામી શૈક્ષણિક
વર્ષ ૨૦૨૨-૨૩થી સરકારી મેડિલ કોલેજો-હોસ્પિટલો ખાતે પીજી મેડિકલ ડિગ્રી
,ડીએનબી
અને સીપીએસ કોર્સીસમાં ૧૦ ટકા બેઠકો અનામત રહેશે અને કેટલીક શરતો-નિયમો સાથે જ
માત્ર ૧૦ બ્રાંચો-વિષયમાં પ્રવેશ અપાશે.

રાજ્યના
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-તાલુકા અને જિલ્લાની હોસ્પિટલોમાં સ્પેશ્યાલિસ્ટ
ડોક્ટોરની અછત હોવાથી ઈન સર્વિસ તીબીબી અધિકારીઓ માટે પીજી મેડિકલ ડિગ્રી-ડીએનબી
કોર્સમાં બેઠકો અનામત રાખવા માટે અનેક રજૂઆતો કરવામા આવી હતી અને જેને લઈને
સરકારમાં આ બાબત વિચારણા હેઠળ હતી.અંતે સરકારે આજે ૧૦ ટકા બેઠકો અનામત રાખવા ઠરાવ
કરી દીધો છે.ઠરાવની શરતો મુજબ સરકારી જિલ્લા હોસ્પિટલોમાં ડીએનબી કોર્સ અને સરકારી
હોસ્પિટલોમાં સીપીએસ કોર્સીસ તેમજ સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ
કોલેજોમાં   પીજી ડીગ્રી (એમડી-એમએસ)માં  ૧૦ ટકા બેઠકો પર ઈન સર્વિસ ડોક્ટરોને પ્રવેશ
અપાશે.  ઈન સર્વિસ ડોક્ટરોને પીડિયાટ્રિક
, ટી.બી
એન્ડ ચેસ્ટ
, ઓબસ એન્ડ ગાયનેકોલોજી, પીએસએમ,
ઓર્થોપેડિક્સ,જનરલ સર્જરી, મેડિસિન, એનેસ્થેસીયોલોજી,રેડિયોલોજી
અને પેથોલોજી સહિતના ૧૦ વિષયો-બ્રાંચોમાં જ પ્રવેશ મળશે.ઈન સર્વિસ તબીબી અધિકારીને
પીજી અભ્યાસક્રમ પાસ કર્યા બાદ રાજ્ય સરકાર સંચાલિત સીએચસી
,ડિસ્ટ્રીક
હોસ્પિટલોમાં પીજી ડિગ્રીની પદવીને ધ્યાને લઈને ઉપલબ્ધ જગ્યા પર નિમણૂંક અપાશે. આ
ઠરાવનો અમલ ૨૦૨૨-૨૩ના પીજી પ્રવેશ વર્ષથી કરવામા આવશે. ઈન સર્વિસ તબીબોને કોર્સમાં
પ્રવેશ બાદ પ્રથમ દિવસથી અન્ય વિદ્યાર્થી (રેસિડેન્ટ) સમકક્ષ મળવાપાત્રસ્ટાઈપેન્ડ
તથા અન્ય લાભો પણ મળશે.મહત્વનું છે કે અત્યાર સુધી પીજી મેડિકલ ડિપ્લોમા
કોર્સીસમાં ઈન સર્વિસ માટે ૧૦ ટકા બેઠકો અનામત હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા
છેલ્લા કેટલાક વર્ષમાં ડિપ્લોમાની બેઠકો ડિગ્રીમાં કન્વર્ટ કરી દેવાઈ છે જેથી
ડિપ્લોમાની બેઠકો ખૂબ જ ઘટી ગઈ હોવાથી ડિગ્રીમાં પ્રવેશ માટે અને ૧૦ ટકા બેઠકો
અનામત રાખવા માંગ ઉઠી હતી.પરંતુ ઈન સર્વિસ ડોક્ટરો માટે ડિગ્રીમાં બેઠકો અનામત
રખાતા હવે ફ્રેશ એમબીબીએસ વિદ્યાર્થીઓને બેઠકોમાં નુકશાન થશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here