[ad_1]
અમદાવાદ
ગુજરાતમાં કોરોનાની
સ્થિતિ ગંભીર બનતા વિદ્યાર્થીઓ-ડિપ્લોમા કોલેજોએ પરીક્ષાઓ ઓનલાઈન કરવા અથવા મોકુફ કરવા
કરેલી માંગને પગલે જીટીયુએ ૨૦મીથી શરૃ થતી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર-૩ની પરીક્ષાઓ
હાલ મોકુફ કરી દીધી છે અને હવે થોડા દિવસમાં નવેસરથી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થશે.જે
હવે ઓનલાઈન પણ લેવાઈ શકે છે.જ્યારે ગુજરાત યુનિ.એ તેની આગામી પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન
એમ બંને મોડમાં લેવાનું નક્કી કર્યુ છે.
જીટીયુ
દ્વારા ૨૦મીથી રાજ્યભરમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી સેમેસ્ટર-૩ની પરીક્ષાઓ શરૃ થનાર
હતી.જે ઓફલાઈન જ લેવામા આવનાર હતી અને તેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો હતો
તેમજ સેન્ટરો પણ ગોઠવાઈ ગયા હતા પરંતુ કોરોનાને લીધે પરીક્ષા ઓનલાઈન લેવાની ઉગ્ર
માંગ ઉઠી હતી.જેને પગલે યુનિ.એ આ ઓફલાઈન પરીક્ષાઓ મોકુફ કરી દેવી પડી છે.હવે
જીટીયુ દ્વારા આ પરીક્ષાનો નવેસરથી કાર્યક્રમ જાહેર કરાશે અને પરીક્ષાના દસ દિવસ
પહેલા નવી તારીખો જાહેર કરી દેવાશે.હવે ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવાય તેવી શક્યતા
છે.આ માટે યુનિ.એ નવેસરથી ઓનલાઈન પરીક્ષા માટે પેપરો તૈયાર કરવાથી માંડી
કમ્પ્યુટરો હોય તેવા સેન્ટરો ગોઠવવા પડશે અને ઓનલાઈન મોડમાં ટેબ્લેટ કે મોબાઈલથી
પરીક્ષા આપવા દેવી કે નહી તેનો પણ નિર્ણય પછીથી કરાશે.યુનિ.દ્વારા હાલ પરીક્ષાના
મોડ બાબતે સ્પષ્ટતા કરાઈ નથી.જીટીયુ દ્વારા ફેબુ્રઆરીમાં ડિગ્રી-ડિપ્લોમા સહિતના
કોર્સની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ લેવાનાર હતી જે પણ હવે પાછી ઠેલાશે.
જ્યારે બીજી
બાજુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેબુ્રઆરીમા લેવાનારી યુજી-પીજી સેમેસ્ટર-૧ની
પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં લેવાનો નિર્ણય કરાયો છે.ગુજરાત
યુનિ.દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ ઓમિક્રોન-કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઈને
મેડિકલ સિવાયની આગામી તમામ પરીક્ષાઓ વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે ઓનલાઈન તથા
ઓફલાઈન બંને વિકલ્પ તરીક લેવામા આવશે.જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.
અન્ય સરકારી યુનિ.ઓની વાત કરીએ તો વીર નર્મદ
યુનિ.ની ૧૭ જાન્યુઆરીથી પરીક્ષાઓ શરૃ થનાર છે તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ની
પરીક્ષાઓ ફેબુ્રઆરીમાં છે અને એમ.એસ.યુનિ.દ્વારા હાલ ઓનલાઈન પરીક્ષાઓ ચાલી રહી છે.
એસપી યુનિ.દ્વારા ૨૪મીથી અને જુનાગઢ યુનિ.દ્વારા પણ ૨૪મીથી પરીક્ષા શરૃ થનાર છે
જ્યારે ઉત્તર ગુજરાત યુનિ.ની હાલ પરીક્ષાઓ ચાલી રહી છે
[ad_2]
Source link