[ad_1]
વડોદરા, તા. 11
કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને રૂપિયા 4 લાખ વળતર આપવાની માંગ સાથે તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતી દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં સરકારી હોસ્પિટલોમાં કોઇપણ પ્રકારની સુવિધા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોરોનામાં લોકોને આર્થિક નુકસાન થયું છે. હાલમાં પણ વડોદરા સહિત ગુજરાતમાં રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ, સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ જેવી કોઇ સુવિધાઓ ઉપલબ્ધ નથી. લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે.આ સ્થિતીમાં લોકોને સારી સારવાર મળે તેમજ કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારના લોકોને રૂપિયા 4 લાખનું સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખની આગેવાનીમાં વડોદરા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતી સાથે જિલ્લા કોંગ્રેસના કાર્યકરો વિવિધ માંગો સાથેના પોષ્ટરો સાથે જોડાયા હતા. મામલતદારને આવેદન પત્ર આપવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ સહિત કાર્યકરો વિવિધ માંગ સાથેના પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.
[ad_2]
Source link