[ad_1]
વડોદરા : સોખડા ગામે આવેલી સ્વામિનારાયણ સંસ્થા હરિધામ કેમ્પસમાં ગુરૃવારે બપોરે હરિભક્ત યુવક અનુજ ચૌહાણને ચાર સંતો દ્વારા માર મારવાની ઘટના ઉગ્ર સ્વરૃપ ધારણ કરી રહી છે. ચાર સંતો માર મારી રહ્યા હતા ત્યારે ત્યાં ધસી આવેલા સોખડા ગામના મનહર પટેલે પણ માર માર્યો હોવાનું નિવેદન અનુજે પોલીસને આપ્યુ છ.ે અનુજ રાજપૂત છે , તેથી રાજપૂત સમાજે પણ આ કેસમાં ઝંપલાવ્યુ છે અને ચિમકી ઉચ્ચારી છે કે જો અનુજ પર હુમલો કરનારા સામે તાલુકા પોલીસ બે દિવસમાં ફરિયાદ નહી નોંધે તો આંદોલન શરૃ કરવામાં આવશે.
‘હરિપ્રસાદ સ્વામીએ અનુજને માગ્યો ત્યારે તે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમા હતો’
અનુજે પોલીસને નિવેદન આપ્યુ છે કે ‘પ્રભુપ્રિય સ્વામિએ મારી બોચી પકડી રાખી હતી અને માર મારતા હતા, હરિસ્મરણ સ્વામિએ મને માર માર્યો હતો અને ધમકી આપી હતી કે આજે તો તમને જીવતા મારી કાઢ્શું, ભક્તિ વલ્લભ સ્વામિએ મારા હાથ પકડી રાખ્યા હતા અને મારતા હતા, સ્વામિસ્વરૃપ સ્વામિ મને માર મારતા હતા અને મોબાઇલ ખેંચતા હતા આ ઉપરાંત સોખડાનો મનહર પટલે ત્યાં આવ્યો હતો અને મારૃ ગળુ દબાવી દીધુ હતુ જેથી હું શ્વાસ પણ લઇ શક્તો નહતો અને પેઢુંમાં જોર જોરથી લાતો મારી હતી જેથી મને કાલથી પેટમાં ભયંકર દુખી રહ્યું છે. આ ચાલતુ હતુ ત્યારે એક મહિલા પણ ત્યાં આવી હતી અને મારો હાથ ખેંચી મને મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે હું એ મહિલાને ઓળખતો નથી. સંતોએ મારી સાથે જ ેરાક્ષસી કૃત્ય કર્યુ છે તેનો જવાબ હું કાયદાથી આપીશ’
આ ઘટના અંગે આજે અનુજ ચૌહાણના પિતા વિરેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે ‘અનુજ અમારા પરિવારનું એક માત્ર સંતાન છે. તે ૨૨ વર્ષનો છે. હરિપ્રસાદ સ્વામીએ તેને માગ્યો તો અમે સોંપી દીધો હતા, ત્યારે તે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો છતા અમે મંદિરની સેવા માટે આપી દીધો હતો. અમે તેને ટપલી પણ મારી નથી અને જેને અમે પુજવા યોગ્ય ગણતા હતા એ સંતોએ અને સોખડાના મનહરે મારા પુત્રને ઢોર માર માર્યો એ સહન ના કરી શકાય. અમારો રાજપૂત પરિવાર અમારી સાથે છે અને પોલીસ ફરિયાદ નહી નોંધે તો અમારો સમાજ આંદોલન કરશે’
અનુજની બોચી પકડીને માર માર્યો હતો એ પ્રભુપ્રિય સ્વામિ હોટલમાં ભોજન લેતા હોય તેવો ફોટો વાયરલ
અનુજ ચૌહાણને માર મારવાની ઘટનામાં હરિધામના ચાર સંતો પૈકી પ્રભુપ્રિય સ્વામિનો એક ફોટો આજે વાયરલ થયો હતો. આ ફોટોમાં પ્રભુપ્રિય સ્વામિ કોઇ હોટલમાં ભોજન લેતા નજરે પડે છે. હોટલના ટેબલ પર પ્રભુપ્રિય સ્વામિની સામે વિવિધ વાનગીઓ મુકવામાં આવી છે અને પ્રભુપ્રિય સ્વામિના હાથમાં મોબાઇલ પણ છે તેમની પાછળ હોટલમાં વિદેશી લોકો પણ નજરે પડી રહ્યા છે એટલે આ હોટલ વિદેશની હોવાની શક્યતાઓ છે અથવા તો ભારતની કોઇ હોટલમાં પણ આ ફોટો લેવામાં આવ્યો હોય. જો કે પ્રભુપ્રિય સ્વામિએ હોટલમાં ભોજન લીધુ હતુ કે નહી તે જાણવા મળ્યુ નથી પરંતુ હરિભક્તોનું કહેવું છે કે સંતો હોટલમાં જાય તે ઘટના જ સંપ્રદાયના નિયમ વિરૃધ્ધની છે. આ ફોટો હરિભક્તો માટે આઘાતનજક છે અને દેશ વિદેશમાં રહેતા ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે
મેં રેકોર્ડિંગ કર્યુ જ નથી મારો મોબાઇલ ચેક કરી લો તાલુકા પોલીસ સ્ટેશનમા અનુજના મોબાઇલ ફોનના મામલે ઘર્ષણ થયુ
ગુરૃવારે માર મારીને ચાર સંતો તથા સોખડાના મનહર પટેલે અનુજ પાસેથી મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો. આ મામલે અનુજ ચૌહાણે ગુરૃવારે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા આજે સવારે સોખડાના રાજુ સરપંચ અને સમીર ઠક્કર અનુજનો મોબાઇલ ફોન લઇને તાલુકા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવ્યા હતા આ સમયે અનુજ ચૌહાણ અને તેના પરિવારજનો પણ હાજર હતા. અનુજ અને તેના પરિવારે માગ કરી હતી કે રાજુ અને સમીરને આ ઘટના સાથે લાગતુ વળગતુ નથી. મોબાઇલ સંતોએ ઝુંટવ્યો હતો એટલે એ લોકો આવીને ફોન જમા કરાવે. આ બાબતે ઘર્ષણ થતાં પીએસઆઇએ ફોન પોતાની પાસે રાખીને જમા લઇ લીધો હતો. આ સમયે અનુજે પોલીસને કહ્યું હતુ કે મેંે કોઇ પણ પ્રકારનું રેકોર્ડિંગ કર્યુ જ નથી, તમે ઇચ્છો તો ફોન એફએસએલમાં મોકલીને ચેક કરાવી લો. આ ઘટના બની તે સ્થળ ેપણ સીસીટીવી છે તે પણ ચેક કરી લો.
ઉશ્કેરાઇ જવુ એ સંતોનુ લક્ષણ નથી : ત્યાગવલ્લભ સ્વામિ
આ ઘટના બાબતે આજે હરિધામ મંદિરના વરિષ્ઠ સંત પૂ.ત્યાગવલ્લભ સ્વામિનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે ‘માર મારવાની ઘટનાની તપાસ કરવા માટે મંદિરના વરિષ્ઠ સંતોની કમિટિની રચના કરવામાં આવી છે. ભુલ કોની છે તેની તપાસ કરવામાં આવશે. કોઇ એવા સંજોગો ઉભા થયા હશે કે સંતો ઉશ્કેરાયા હશે પણ સંજોગો ગમે તેવા હોય ઉશ્કેરાઇ જવુ એ સંતોનુ લક્ષણ નથી માટે આ ઘટના અસ્વીકાર્ય છે. જો સંતોની ભૂલ હશે તો તેમને ઠપકો અપાશે, પ્રાયશ્ચિત માટે એક મોકો આપવામાં આવશે’
[ad_2]
Source link