[ad_1]
અમદાવાદ
ગુજરાત સરકારના
શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સ સિટી ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સમાં આજે
બીજા દિવસે કોરોના મહામારીની સ્કૂલ શિક્ષણ પર અસર વિષય પર યોજાયેલા પેનલ ડિસ્કશનમાં
વર્લ્ડ બેંક ગુ્રપના ગ્લોબલ ડિરેકટરે જણાવ્યુ હતું કે મહામારીમાં સ્કૂલ શિક્ષણને ગંભીર
અસર થઈ છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો વધ્યો છે.
વર્લ્ડ
બેંકના ગ્લોબલ ડિરેકટર જેઈમે સાવેદ્રાએ ઓનલાઈન લેક્ચરમાં જણાવ્યું હતું કે કોરોના
મહામારીને લીધે દુનિયાના વિવિધ દેશોમાં સ્કૂલ શિક્ષણને ગંભીર અસર થઈ છે અને
લર્નિંગ લોસ ચિંતાજનક જોવા મળ્યો છે. બાળકો સ્કૂલ શિક્ષણથી વંચિત રહેતા ડ્રોપ આઉટ
પણ વધ્યો છે. ૧૦ વર્ષ સુધીના જે બાળકો વાંચી શકતા નથી તેઓનો લર્નિંગ લોસ રેટ ૫૩
ટકા જોવા મળ્યો છે. સાઉથ એશિયાના દેશોમાં ૪૩૦ સુધી સ્કૂલો બંધ રહી હતી. વિવિધ
દેશોમાં કુલ મળીને ૩૭૦ મિલિયન બાળકો મીડ ડે મીલથી વંચિત રહ્યા હતા તેમજ ૨૪ મિલિયન
બાળકો સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થયા હતા.
ભારતમાં પણ ડ્રોપ આઉટ રેશિયો ઘણો વધ્યો છે અને
ખાસ કરીને લર્નિંગ પોવર્ટી એટલે કે સ્કૂલ જતા બાળકો સ્કૂલ અભ્યાસથી વંચિત રહેતા
સ્કૂલ શિક્ષણ અછતનો દર ભારતમા ૫૫ ટકાથી વધીને ૭૦ ટકા જોવા મળ્યો છે. નવેમ્બર
૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૧ સુધીના એક વર્ષમાં ભારત સહિતના અનેક વિકાસશીલ ,વિકસતા અને ગરીબ દેશોમાં સ્કૂલોના બાળકોના અભ્યાસમાં મોટી અસર થઈ છે.આ
અસરને લીધે આગામી ભવિષ્યમાં સ્કૂલ શિક્ષણ પર એકંદરે ૯ ટકા તફાવત જોવા મળશે.તેઓએ
વધુમાં જણાવ્યુ કે મહામારી દરમિયાન વિવિધ દેશોએ જાહેર કરેલા રાહત પેકેજમાં શિક્ષણ
પાછળ ૧થી૩ ટકા જ ખર્ચ થયો છે જે વધારે થવો જોઈતો હતો.ગરીબ દેશોમાં તો એક ટકા જ
ખર્ચ થયો છે.એજ્યુકેશન પાછળ ફંડીગ વધવુ જોઈએ.
[ad_2]
Source link