ભાવનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ

0
157

[ad_1]


– ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી 

– શહેરમાં વરસાદી છાટા પડયા, કેટલાક તાલુકામાં વરસાદી માવઠુ, ખેડૂતોની ચિંતા વધી : ઠંડો પવન ફુંકાયો, મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો 

ભાવનગર : હવામાન વિભાગે ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે, જેના પગલે આજે ગુરૂવારે ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડયો હતો. શહેરમાં વરસાદી છાટા પડયા હતા, જયારે કેટલાક તાલુકામાં પણ વરસાદી માવઠુ પડયા હોવાનુ જાણવા મળેલ છે. માવઠુ થતા ખેડૂતોની ચિંતા વધી છે. વાદળછાયા વચ્ચે ઠંડો પવન ફુકાયો હતો અને મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.  

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ગુરૂવારે મહત્તમ તાપમાન ર૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૬૪ ટકા અને પવનની ઝડપ ૪ કિલોમીટર નોંધાઈ હતી. હવામાન વિભાગે તા. પ થી ૭ જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. શહેર-જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. શહેરમાં બપોરના સમયે તેમજ સાંજના સમયે વરસાદી છાટા પડયા હતાં. આ ઉપરાંત ભાવનગર, મહુવા, તળાજા, ઘોઘા, જેસર, ગારિયાધાર, પાલિતાણા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર વગેરે તાલુકામાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને કેટલાક તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતા વધી હતી. ખેડૂતો કચવાટ કરતા નજરે પડયા હતાં. 

છેલ્લા કેટલાક માસથી વારંવાર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે, જેના કારણે કપાસ, ઘઉં સહિતના પાકને નુકશાન થતુ હોય છે તેમજ પાક પલળી જવાની પણ ભીતિ રહેતી હોય છે. વાતાવરણમાં ફેરફાર થતા ખેડૂતોની મૂશ્કેલી વધી જતી હોય છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ઠંડો પવન ફુંકાયો હતો તેમજ તાપમાન ઘટતા ઠંડીનુ જોર થોડુ વધ્યુ હતું. વરસાદની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને તકેદારી રાખવા જણાવેલ છે અને બંધ બોડીની ગાડીમાં અથવા તાલપતરી સાથે રાખવા જણાવેલ છે. આવતીકાલે શુક્રવારે પણ હજુ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here