[ad_1]
વડોદરા, તા. 22 ડિસેમ્બર
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ભાગી છૂટેલો ચરસના કેસનો આરોપી 12 વર્ષ બાદ ભાવનગર ખાતેથી ઝડપાઈ ગયો છે.
અમદાવાદ નાર્કોટીક્સ બ્યુરોએ દાદરા નગર હવેલી ખાતે દરોડો પાડી બંકિમ રસિકલાલ શાહ શાંતિ નગર મલાડ મુંબઈ ને 372 કિલો ચરસના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. જે કેસમાં બંકિમ શાને 14 વર્ષની કેદ અને બે લાખના દંડની સજા ફટકારવામાં આવી હતી.
તા 25-2-2009 ના રોજ બંકિમ શાહ 20 દિવસની પેરોલ રજા પર જેલમાંથી છૂટયો હતો. પરંતુ 28 દિવસ બાદ તે હાજર નહીં થતાં તેની સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
12 વર્ષ દરમિયાન મુંબઈ તેમજ અન્ય જગ્યાએ આશરો લેનાર બંકિમ ભાવનગર આવ્યો હોવાની જાણ થતાં વડોદરા ક્રાઇમબ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ભાવનગરમાંથી ઝડપી પાડયો છે.
[ad_2]
Source link