[ad_1]
વડોદરા : એમએસયુની સેનેટની ચૂંટણી માટે બુધવારે મોડી સાંજે ‘સંકલન સમિતિ’એ પોતાના ૨૨ ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યુ હતુ અને એવો દાવો કર્યો છે કે ભાજપાનુ તેમને સમર્થન છે જો કે સામે મોરચે પણ ટીમ એમએસયુ ભાજપા પ્રરિત જ જુથ હોવાથી એમએસયુમાં સેનેટના જંગમાં રસાકસી જોવા મળશે.
એમ.એસ.યુનિ.ની સેનેટની ચૂંટણીમાં ભાજપા વિરૃધ્ધ ભાજપાનો જંગ જામ્યો છે. અગાઉ ભાજપાના જ સત્તાધારી જુથ ‘ટીમ એમએસયુ’ દ્વારા વિવિધ કેટેગરી માટે પોતાના ઉમેદવાનો યાદી જાહેર કરી દેવામા આવી હતી હવે તા.૧૯ ડિસેમ્બરે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણી યોજાવી જઇ રહી છે ત્યારે છેલ્લી ઘડીએ આજે મોડી સાંજે ભાજપાના જ અન્ય એક જુથ ‘સંકલન સમિતિ’એ વિવિધ કેટેગરી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
‘સંકલન સમિતિ’એ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં ૮, પ્રોફેસર કેટેગરીમાં પાંચ અને ટિચર્સ કેટેગરીમાં ૯ મળીને કુલ ૨૨ ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યુ છે જો કે રજિસ્ટર્ડ કેટેગરીમાં આર્ટસ ફેકલ્ટીમાં ઉમેદવાર જાહેર કરાયો નથી. બીજી તરફ સંકલન સમિતિએ દાવો કર્યો છે કે ભાજપાનુ તેમને સમર્થન છે. બીજી તરફ કેમ્પસમાં એવી ચર્ચા જોરમાં છે કે સંકલન સમિતિમાં આંતરિક મદભેદો હોવાના કારણે યાદી છેલ્લી ઘડીએ જાહેર કરાઇ છે.
પ્રોફેસર કેટેગરી
ફેકલ્ટી ઉમેદવાર
પરફોર્મિંગ આર્ટસ પ્રો.ડો.ગૌરાંગ ભાવસાર
મેડીસિન પ્રો.ડો.રાકેશ ગાંધી
હોમ સાયન્સ પ્રો.મિનિ શેઠ
એજ્યુ એન્ડ સાયકો. પ્રો. કે.પુષ્પનાધન
ટેકનો એન્ડ એન્જિ. પ્રો. આર.સી.ટંડેલ
ટિચર્સ કેટેગરી
ફેકલ્ટી ઉમેદવાર
ટેકનો એન્ડ એન્જિ. ડો.સુનિલ કહાર
મેડિસિન ડો.રાહુલ પરમાર
સાયન્સ ડો.બાલકૃષ્ણ શાહ
ફાઇન આર્ટસ સુનિલ દરજી
કોમર્સ ડો.કલ્પેશ નાયક
ફાર્મસી ભાવિક ચૌહાણ
હોમ સાયન્સ ડો.સ્વાતિ ધુ્રવ
આર્ટસ ડો.દિલિપ કટારિયા
પોલીટેકનિક ચેતન સોમાણી
રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરી
ફેકલ્ટી ઉમેદવાર
પરફોર્મિંગ આર્ટસ નિલેશ મોહિતે
ટેકનો એન્ડ એન્જિ. કશ્યપ શાહ
ફાઇન આર્ટસ બિપિન પટેલ
કોમર્સ સુશાંત મખિજાની
લો ફેકલ્ટી મનોજ દરજી
સોશિયલ વર્ક અર્જુન સોલંકી
ફાર્મસી હસમુખ વાઘેલા
હોમ સાયન્સ સ્વાતિ ખુરાના
[ad_2]
Source link