અરવલ્લીમાં બે દિવસીય બેંક હડતાલથી કરોડો રૂપિયાનું ક્લિયરિંગ અટકી પડયું

0
148

[ad_1]

મોડાસા,તા.16

આગામી શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર બેન્કીંગ એપેડમેન્ટ ર્લા
સુધારી બીલ લાવી રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવા ઈચ્છી રહી છે. ત્યારે ઓલ ઈન્ડીયા
બેંક ઓફિસર્સ કોન્ફડેરેશન દ્વારા દેશભરમાં અપાયેલા બે દિવસ બેંક હડતાલમાં જિલ્લાની
રાષ્ટ્રીય કૃત બેંકો જોડાઈ હતી.

ગુરૂવારથી આરંભાયેલી આ હડતાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા,બેંક ઓફ બરોડા સહિતની
રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મીઓ જોડાતાં જિલ્લામાં કરોડોના આર્થિક વ્યવહાર અટવાયા હતા.અને
ખાતેદારોને વેઠવી પડેલી હાડમારી વચ્ચે પણ સરકારના બેંકોના ખાનગીકરણ નિર્ણયનો ઠેર ઠેર
વિરોધ કરાયો હતો.

રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવા સામે ઓલ ઈન્ડીયા બેંક ઓફિસર્સ
કોન્ફેડરેશન દ્વારા ૧૬ ડીસેમ્બર અને ૧૭ ડીસેમ્બરના રોજ બેંક હડતાલનું એલાન કરાતાં જ
ગુરૂવારે જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા સહિત બેંક ઓફ બરોડા
,બેંક ઓફ ઈન્ડીયા,યુનીયન બેંક સહિતની
રાષ્ટ્રીય બેંકોના કર્મીઓ હડતાલમાં જોડાયા હતા.આ હડતાલને લઈ કર્મીઓ ચાલુ ફરજે કામકાજથી
અળગા રહયા હતા.જયારે બેંકના દરવાજા ગ્રાહકો માટે બંધ કરાયા હતા.

મોડાસા ખાતેની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના મેનેજરના જણાવ્યા મુજબ
સંસદના આગામી શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા બેંકીંગ એપેડમેન્ટ ર્લા સુધારા વિધેયક
લાવી રહી છે.ત્યારે રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ થી ગ્રાહકો
,ખાતેદારોની હાડમારી
વધશે
,જીરો પેમેન્ટથી
એકાઉન્ટ ખોલવાની લાભકારી યોજનાઓ બંધ થશે
,શોર્ટ લોન
અને સબસીડીઓ પણ બંધ થશે અને નાના વેપારીઓ
,ગ્રાહકો,ખાતેદારોની કેટલીય
સુવિધાઓ છીનવાશે.રાષ્ટ્રીયકૃત બેંકોની બે દિવસીય હડતાલ અને રવિવારની રજાને લઈ ખાતેદારોને
હાલાકી વેઠવાનો વારો આવે તેમ મનાઈ રહયું છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here