વીજ ક્ષેત્રના ખાનગીકરણ સામે આજે દેખાવો, લોકો માટે વીજળી મોંઘી થશે

0
163

[ad_1]

વડોદરાઃ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વીજ ક્ષેત્રમાં ફેરફારો કરવા માટેનુ ઈલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ  રજૂ થવાનુ છે.આ બિલના કારણે વીજ ક્ષેત્રમાં પણ ખાનગીકરણ થશે તેવુ મનાઈ રહ્યુ છે.

આ બિલની સામે હવે સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.ગુજરાતમાં વડોદરા સહિતના સ્થળોએ વીજ કર્મચારીઓના સંગઠનોની ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ૮ ડિસેમ્બર, બુધવારે બપોરે ૨ વાગ્યે વીજ કંપનીના રેસકોર્સ સ્થિત હેડક્વાર્ટર અને અન્ય કચેરીઓની બહાર કર્મચારીઓ દ્વારા બિલના વિરોધમાં દેખાવો કરવામાં આવશે.

સમિતિનુ કહેવુ છે કે, આ બિલમાં જે પ્રસ્તાવ મુકાયો છે તે પ્રમાણે દેશમાં કોઈ પણ ખાનગી કંપનીને વીજ વિતરણની છુટ મળશે, ખાનગી કંપનીને મંજૂરી આપતા પહેલા તેની કોઈ જાતની ચકાસણી પણ નહીં થાય.ખાનગી કંપનીને બેન્ક ગેરન્ટી આપવાની કે ડિપોઝિટ આપવાની જરુર નહીં હોય અને ખાનગી કંપનીઓ રાજ્ય સરકારની વિતરણ કંપનીની મંજૂરી વગર વીજળી ખરીદવા માટે કરાર કરી શકશે.જેનાથી ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો થશે.

સમિતિના કહેવા પ્રમાણે વીજ બિલ એકટ-૨૦૦૩માં ગ્રાહકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવાનો જે હેતુ હતો તે સિધ્ધ થયો નથી.જ્યારે નવા બિલમાં જે જોગવાઈઓ છે તે જોતા લાગે છે કે, ગ્રાહકોે હાલમાં સરકારી કંપનીઓ દ્વારા વિવિધ સબસિડીઓ આપવામાં આવે છે તે બંધ થવાની શક્યતા છે તેમજ ખેડૂતો માટે તથા ઉદ્યોગો માટે વીજળીના ભાવમાં પણ વધારો થશે.લોકો માટે પણ વીજ દરમાં ખાનગી કંપનીઓ વધારો કરી શકે છે.સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ વાવાઝોડા જેવી આફતો સમયે વીજ પૂરવઠો પૂરો પાડવા માટે જાનના જોખમે કામગીરી કરતા હોય છે.જે ખાનગી કંપનીઓ  નહીં કરે.

સમિતિનુ એમ પણ કહેવુ છે કે, કેન્દ્ર સાસિત પ્રદેશોમાં તો ખાનગીકરણ શરુ થઈ ગયુ છે ત્યારે હવે રાજ્યોમાં પણ આગામી દિવસોમાં આ પ્રક્રિયા સરકાર હાથ ધરી શકે છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here