વડોદરા: ઘરેલું ગેસના બોટલમાંથી રીફલિંગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઇ

0
140

[ad_1]

ગ્રાહકોને સપ્લાય કરવાના ઘરેલુ ગેસના બોટલ માંથી લોખંડની પાઇપ વાટે અન્ય ખાલી ગેસના બોટલોમાં ગેસ રીફલિંગ કરી ગેસની ચોરી કરવાની સાથે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનાર ટેમ્પો ચાલક સહિતની ત્રિપુટીની માંજલપુર પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, વડસર બ્રીજ પાસે એકાંત સ્થળે ગઠિયાઓ ઘટનાને અંજામ આપી રહ્યા હતા તે સમયે નાગરિકની જાગૃતતાના પગલે સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો.

જાગૃત નાગરિક વડસર બ્રિજ પાસેથી પસાર થતો હતો. તે સમયે થ્રિ વહીલ ટેમ્પોમાં ગેસના બોટલ માંથી અન્ય ખાલી ગેસના બોટલમાં પાઇપ વડે ગેસ ટ્રાન્સફર કરી કેટલાક શખ્સો ચોરી કરી રહ્યા હોવાનું જાણવા મળતા તેમણે પોલીસ કંટ્રોલને જાણ કરી કરતા માંજલપુર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.  પોલીસની પૂછતાછમાં આરોપી ટેમ્પોચાલક રાજુભાઈ મંછારામ મોહીરે ટેમ્પો મજૂર પ્રવીણ નરેન્દ્ર ભામરે ( બને રહે – વુડાના મકાન, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ, વડોદરા) તથા અન્ય એક મજુર આનંદ ભીમ રાવ જાદવ ( રહે- એકતા નગર, આજવા રોડ, વડોદરા )  હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટેમ્પો માં રહેલા ગેસના 16 બોટલની વજન પ્રક્રિયા હાથ ધરાતા 04 ગેસ બોટલોનું વજન નિયત કરતા ઓછું જણાઈ આવ્યું હતું. પોલીસે  ગેસ ભરેલા 07 બોટલ, ખાલી 09 બોટલ, ગેસ રીફલિંગ કરવા માટેની પાઈપ, મોબાઇલ ફોન તથા ટેમ્પો મળી કુલ 92,080 ની મત્તા કબજે કરી આરોપીઓની ચોરી, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ? તે દિશામાં આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ખુબ ચોકસાઈ થી ફરિયાદમાં ગેસ એજન્સીના નામ સુદ્ધાનો ઉલ્લેખ ન કર્યો

ટેમ્પો પર સ્પષ્ટ વંચાય તે રીતે ધી બરોડા સેન્ટ્રલ કન્ઝ્યુમર કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (અપના બજાર) નું નામ લખેલું હતું તેમ છતાય પોલીસે ફરિયાદમાં ક્યાય એજન્સીનું નામ લખવા સુધીની તસ્દી લીધી નથી. ગેસના બોટલો ક્યાંથી લીધા અને કઈ એજન્સીના બીલને આધારે ડીલીવરી કરવાની હતી તે ઉલ્લેખ ફરિયાદમાં જરૂરી હોય છે. તેમ છતાય પોલીસે ખુબ ચોકસાઈ થી ગેસ એજન્સી પર છાંટા ન ઉડે તેની તકેદારી રાખી છે. ફરિયાદ નોંધાતા સમયે ગેસ એજન્સીનો સ્ટાફ પણ પોલીસ મથકે આવ્યો હતો તેમ છતાય પોલીસે એજન્સીના નામનો ઉલ્લેખ ફરિયાદમાં ના કરતા અનેક સવાલો ઉદ્દભવ્યા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here