[ad_1]
વડોદરા તા.18
ડેસર તાલુકાના ચોકારી ગામમાં રહેતા રમીલાબેન મેલાભાઈ રાવળના પુત્ર જયેશને ગામમાં રહેતા કાળીદાસ મોહનલાલ માળીની પુત્રી આરતી સાથે પ્રેમ સંબંધ હતો આ સબંધ ની જાણ આરતીના પિતાને થતા તેઓ અન્ય સંબંધીઓ સાથે જયેશના ઘેર ગયા હતા અને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહી માર માર્યો હતો જયેશને બચાવવા તેની માતા તેમજ અન્ય લોકો વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો બાદમાં કાળીદાસ તેમજ અન્ય જયેશનું અપહરણ કરી પોતાના ઘર પાસે લઈ ગયા હતા અને એક ઝાડ સાથે બાંધી દઈ જયેશને લાકડીઓ તેમજ લાતો મારી મોત નિપજાવ્યું હતું આ અંગે કાળીદાસ મોહન માળી તેના ભાઈ રમેશ, તેમજ મોહન બેચર માળી અને કિરણ કાળીદાસ માડી સામે ડેસર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
[ad_2]
Source link