સેતુ અભિયાન દ્વારા આરોગ્ય કેન્દ્રના સહયોગ સાથે 'કોરોના રસીકરણ અભિયાન'ની ઝુંબેશ

0
163

[ad_1]

ભુજ,બુાધવાર

સમગ્ર દેશમાં જયારે નાગરિકોને કોરોના સામે રક્ષણ પુરુ પાડવા માટે પુરજોશમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કચ્છના અંતરિયાળ વિસ્તારના લોકો સુાધી રસીકરણ પહોંચે તેવા આશય સાથે સેતુ અભિયાન દ્વારા જિલ્લા આરોગ્ય કેન્દ્રના સહયોગ સાથે ‘કોરોના રસીકરણ અભિયાન’ની ઝુંબેશ આદરવામાં આવી છે. કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના બે લાખાથી પણ વાધારે નાગરિકોનું રસીકરણ થાય એવા આશય સાથે આદરાયેલી આ ઝુંબેશને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનો આિાર્થક સહકાર સાંપડયો છે.

‘કોરોના રસીકરણ અભિયાન’ અંતર્ગત કચ્છની ૭૪ પંચાયતોમાં ૧૬૯ જેટલા ગ્રામ્ય વિસ્તારો અને ભુજ શહેરના ૨ વોર્ડ સહિત બે લાખાથી પણ વાધારે વસ્તીને આવરી લેવાશે. સેતુ અભિયાનના ડાયરેકટર મનીષભાઈ આચાર્ય પાસેાથી મળેલી માહિતી મુજબ ઓકટોબર ૨૦૨૧થી રસીકરણનું આ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં, ભુજ, રાપર, ભચાઉ, લખપત અને અંજારના ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બનના ૨ શહેરી આરોગ્ય કેન્દ્રનો નોંધપાત્ર સહયોગ સાંપડી રહ્યો છે. આગામી માર્ચ ૨૦૨૨ સુાધી ચાલનારી રસીકરણ ઝુંબેશમાં છેલ્લા એક માસમાં સરકારી વિભાગના સહયોગ દ્વારા કુલ ૨૮ રસીકરણ કેમ્પમાં ૨૭૫૦ જેટલા નાગરિકોને રસી આપવામાં આવી છે. રસીકરણની પ્રક્રિયાના અમલીકરણ માટે સેતુ અભિયાનના કાર્યકરો, ગ્રામ્ય સ્તરે દર એક હજાર નાગરિકો માટે ૨ સૃથાનિક સ્વયંસેવક તેમજ પીએચસી અને યુએચસીના કુલ ૨૧૯ પેરા મેડિકલ સ્ટાફ અવિરત પણ કાર્યરત છે.

અર્બન સેતુ કોઓર્ડીનેટર ભાવસિંહ ખેરે જણાવેલી માહિતી અનુસાર રસીકરણ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સૌ પ્રાથમ રસી સંદર્ભે હાઉસ હોલ્ડ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પંચાયતો, આગેવાનો, સરપંચો તેમજ આરોગ્ય અિધકારી સહિતના હિત ધારકો સાથે વેકસીનેશન સંદર્ભે રીવ્યુ મિટીંગ પણ કરવામાં આવી છે. નાગરિકોમાં રસી લેવા માટે સમજણ ઉભી થાય એવા આશય સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રીક્ષામાં એનાઉસમેન્ટ, શેરી નાટકો જેવા પ્રચારના વિવિાધ માધ્યમો દ્વારા જન જાગૃતિની પ્રક્રિયા કરવામાં આવી છે. આગામી માર્ચ ૨૦૨૨ સુાધીમાં આરોગ્ય વિભાગના સહકાર સાથે નિયત વિસ્તારોમાં ૧૦૦ ટકા લોકોનું રસીકરણ થઈ જાય એવી નેમ વ્યકત કરવામાં આવી છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here