હળવદનાં 15 ગામના ખેડૂતો દ્વારા અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન

0
123

[ad_1]


– વીજ લાઈન નાખવા લેવાયેલી જમીનના વળતરમાં અન્યાય મામલે

– મામલદાર કચેરી ખાતે રામધૂન બોલાવી પાઠવ્યું આવેદનપત્રઃ ઉપવાસ આંદોલન માટે મંજૂરી મંગાતા તંત્ર દોડતું થયું

હળવદ : હળવદ તાલુકાના ૧૫ ગામોના ખેડૂતોને લાકડીયા- વડોદરા ૭૬૫ કેવી વીજ લાઈન નાખવા લેવાયેલી જમીનના  વળતર બાબતે અન્યાય થતો હોવાથી ખેડૂતોએ આકરા પાણીએ થઈ મામલતદાર કચેરીએ એકત્ર થઇ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું.અને વળતરમાં વધારો કરવા માંગ ઉઠાવી હતી. ખેડૂતોએ રામધૂન બોલાવી મામલતદારને આવેદન પત્ર પાઠવી જો આ દિશામા કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને અનસન માટેની મંજૂરીની માંગ કરાતા તંત્ર દોડતું થયું છે.

હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના ૨ાણેક૫૨, ધનશ્યામપુ૨ , કોયબા , ઢવાણા , રણજીતગઢ , કેદા૨ીયા , ધનાળા , જુનાદેવળીયા , સુ૨વદર, પ્રતાપગઢ સહિત ૧૫  ગામોના ખેડૂતોએ એકઠા થઇ આ ગામોમાં  ચાલતી લાકડીયા -વડોદરા ૭૬૫ કેવી વીજ લાઈનની કામગીરીનો વિરોધ નોંધાવ્યો  હતો. ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવી ખાનગી કંપની યોગ્ય વળતર આવ્યા વગર બળજબરી પૂર્વક ટાવર ઉભા કરતી હોવાના  આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે પ્રતિ ચોરસ મીટર  ૩૦૦ રૂપિયા વળતર આપવાનો જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો છે જેની સામેં ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર ૨૦૧૩ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ છે.

ખાનગી કંપની છેલ્લા એક વર્ષથી ખેડૂતોને હેરાન પરેશાની કરતી હોવાની રાવ કરાઈ છે.આથી કંપનીના દમનથી કંટાળી ગયેલા  ખેડૂતોએ  શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં આકરો વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં ખેડૂતોએ આવતીકાલ માટે અનશન ઉપર બેસવાની  પરમિશન લેવા માટે અરજી કરતા તંત્ર દોડતું થયું છે. ખેડૂતોએ રામધૂન બોલાવી અને હળવદ મામલતદાર અને પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ખેડૂતોની માંગનો સ્વીકાર નહિ થાય તો ઉગ્ર આંદોલન કરી આગામી સમયમાં આવતી  ચૂંટણીમાં ૫૦૦થી વધારે પરિવારો દ્રારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.આગામી દિવસોમાં કલેકટર કચેરીએ  રજુઆત કરી ધરણાં કરવામાં આવશે તેવું ખેડુતોએ જણાવ્યું હતું. હળવદ મામલતદાર કચેરીએ ખેડૂતોઓ ઉમટી પડતાં હળવદ  પોલીસ દ્વારા ચુસ્ત   બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here