[ad_1]
વડોદરા તા.૧૭ વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર બળાત્કાર અને બાદમાં વલસાડ રેલવે સ્ટેશન પર યુવતીએ આપઘાતના કેસમાં આખરે રેલવે પોલીસ નોંધવા માટે તૈયાર થઇ છે.
રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરામાં બળાત્કારનો ભોગ બન્યા બાદ યુવતી પોતાના ઘેર ગઇ હતી અને તા.૩ની સાંજે પાંચ વાગે તે મરોલી જઉં છું તેમ કહી ઘેરથી નીકળી હતી. બાદમાં તે બસમાં બેસી સુરત બસ સ્ટેશન પહોંચી હતી. બસ સ્ટેશન પર તે બેસી હતી ત્યારે એક યુવાને તેની પાસે આવી ઇશારા કર્યા હતાં. બાદમાં આ યુવાને યુવતીને હેરાન કરવાનું શરૃ કર્યું હતું.
યુવતી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે પણ આ યુવાને તેનો પીછો કર્યો હતો. આ ઘટનાથી તે ડઘાઇ ગઇ હતી અને ચાર દિવસ પહેલાં જ તેના પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટના ફરી તેની આઁખોમાં રમતી થઇ હતી. ફરી પણ પોતે બળાત્કારનો ભોગ બનશે તેવી દહેશતના કારણે તેને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રેલવેના આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા માટેનો ગુનો આ ઉપરાંત તેની સાથે બળાત્કારની કલમનો પણ ઉમેરો કરી ફરિયાદ નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુવતીનો જે શખ્સ પીછો કરતો હતો તે સેક્સ મેનિયાક તરીકે ઓળખાય છે તેને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઉઠાવી ગયા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
[ad_2]
Source link