કોરોના મૃતકોના સ્વજનોને સહાય માટે પહેલા દિવસે 178 ફોર્મ લઇ જવાયા

0
126

[ad_1]

– સિટીમાંથી
151, ગ્રામ્યમાંથી
27 ફોર્મ લઇ જવાયાઃ સવારે લાઇન લાગ્યા બાદ એકલદોકલ  ફોર્મ લઇ જવાયા

       સુરત

સુરત
શહેરમાં આજથી શંકાસ્પદ કોરોનામાં જેમના મૃત્યુ થયા હતા. તેમના કુંટુબીજનોને સહાય મળે
તે માટે જે મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ ( એમસીસીડી) ઇસ્યુ કરવા માટે આજથી ફોર્મ
વિતરણ થતા પ્રથમ દિવસે સુરત શહેરમાંથી
151  અને ગ્રામીણમાંથી 27 ફોર્મ
લઇ જવાયા હતા.

સુપ્રિમ
કોર્ટના આદેશ મુજબ કોરોનામાં જેમના મૃત્યુ થયા છે. તેમના વારસદારોને રૃા.
50,000 ની આર્થિક સહાય આપવાનો
આદેશ કરાયો છે. આ આદેશના પગલે જેમનું શંકાસ્પદ કોરોનામાં મૃત્યુ થયુ છે. તેમના સ્વજનોને
પણ સહાય મળી રહે તે માટે એક કમિટી બનાવાઇ છે. આ કમિટી જેઓ પણ ફોર્મ ભરશે. તેમને મેડિકલ
સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ આપવામાં આવશે .અને આ 
સર્ટિફિકેટના આધારે જ જેમના શંકાસ્પદ મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોને સહાય
મળશે. આ માટે આજથી સુરતના અઠવાલાઇન્સ ડિઝાસ્ટર ખાતેથી ફોર્મનું વિતરણ શરૃ કરાયુ હતુ
.સવારની શરૃઆતમાં થોડી લાઇનો રહ્યા બાદ એકલ-દોકલ ફોર્મ લઇ જતા નજરે પડયા હતા. દિવસ
દરમ્યાન સુરત શહેરમાંથી 151 અને ગ્રામીણ વિસ્તારમાંથી 27 મળીને કુલ્લે 178 ફોર્મ લઇ
જવાયા હતા. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here