ખેડબ્રહ્મા તાલુકામાં ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે રવી પાકના વાવેતરમાં ઘટાડો

0
162

[ad_1]

ખેડબ્રહ્મા તા. 16

ખેડબ્રહ્મા તાલુકામાં આ વર્ષે વરસાદ ઓછો પડતા ખેતી પાકો માટે
પુરતી પીયત વ્યવસ્થા ન હોવાના કારણે ઘઉં બટાકા જેવા પાકોનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં
ઘટાડો થયો છે.

ખેડબ્રહ્મા તાલુકામાં ગત વર્ષે વરસાદ ઓછો પડયો હતો. આ વર્ષે
પણ ગત વર્ષ કરતા ખુબ જ ઓછો વરસાદ પડયો છે. અને જેના કારણે તેની અસર ખેતી પાકોના વાવેતરમાં
પણ પડી છે.

ગત વર્ષની સરખામણીમાં ખેતી પાકો માટે પુરતી પીયત વ્યવસ્થા ન
હોવાના કારણે આ વર્ષે ઘઉંનુ વાવેતર ૩૪૨૯ હેકટર
, મકાઈ ૨૯૫ હેક્ટર,
ચણા ૩૪૯ હેક્ટર, રાયડો ૨૧૯
હેક્ટર
, બટાકા ૭૯૬
હેકટર
, શાકભાજી ૧૧૧
હેક્ટર
, ઘાસચારો ૫૪૩
હેક્ટર મળી કુલ ૫૭૫૨ હેક્ટરમાં હાલમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેડુતોને પાણીની પુરતી
પીયત વ્યવસ્થા નહોવાના કારણે આ વર્ષે ઓછો પાણીએ ટુંકા ગાળામાં પાક તૈયાર થાય તેવા પાકોનો
વાવેતર વિસ્તાર વધ્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here